• Home
  • News
  • Howdy Modi કાર્યક્રમમાં મોદી-ટ્રમ્પની દોસ્તી દુનિયાએ જોઇ, મોદીએ કહ્યું 9/11, 26/11 હુમલાના આતંકવાદીઓ ક્યાંથી આવ્યાં હતા ?
post

Howdy Modi કાર્યક્રમમાં મોદી-ટ્રમ્પની દોસ્તી દુનિયાએ જોઇ, મોદીએ કહ્યું 9/11, 26/11 હુમલાના આતંકવાદીઓ ક્યાંથી આવ્યાં હતા ?

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 11:11:59

અમેરિકા: હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં અંદાજે 50 હજાર લોકોથી ભરેલા એનઆરજી સ્ટેડિયમાં માત્ર મોદી મોદીના જ નારા સંભળાઇ રહ્યાં હતા, દુનિયાની મહાસત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મોદીનો હાથ પકડીને સ્ટેડિયમમાં ફળ્યાં, જેને જોઇને પાકિસ્તાન જેવા દેશોની પણ બોલતી બંધ થઇ ગઇ, મોદી-ટ્રમ્પની દોસ્તી દુનિયાએ જોઇ, પહેલી જ વખત ભારતના કોઇ નેતાએ અમેરિકાને આટલું મહત્વ આપતા ભારત માટે પણ તે ગૌરવની વાત છે. ટ્રમ્પની હાજરીમાં મોદીએ કાશ્મીરમાં આતંકવાદ, મુંબઇમાં થયેલા 26/11 અને અમેરિકામાં થયેલા 9/11ના આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, મોદીએ સવાલ કર્યા કે આ હુમલાઓનું ષડયંત્ર ક્યાં થયું હતુ અને આતંકવાદીઓ ક્યાંથી આવ્યાં હતા ? મોદીએ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકોએ ભારતને નફરત કરવાનું જ નક્કિ કરી લીધું છે અને તેઓ દુનિયામાં અશાંતિ ફેલાવી રહ્યાં છે.

કાશ્મીર પર મોદીએ કહ્યું કે અમે 70 વર્ષ જૂની અડચણને વિદાય આપી દીધી છે, અમારી સંસદના બંને ગૃહોમાં કલાકો સુધી તેના પર ચર્ચા થઇ અને એક દેશ એક બંધારણ લાગુ કરી દેવામાં આવ્યું, તેમને સાંસદોનો આભાર માણતા અહી હાજર લોકોને કહ્યું કે હું તમને બધાને આગ્રહ કરું છું કે હિન્દુસ્તાનના તમામ સાંસદો માટે સ્ટેન્ડિંગ ઓવેશન થઇ જાય, તેમના આગ્રહ બાદ લોકો ઉભા થયા અને સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતુ. આતંકવાદ મામલે મોદીએ કહ્યું કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ આતંકવાદ સામે મજબૂત લડાઇ લડી રહ્યાં છે અને તેમનું મનોબળ વધારવા પણ સ્ટેડિયમમાં તાળીઓ પડી હતી, લોકોએ ટ્રમ્પને પણ વધાવી લીધા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post