• Home
  • News
  • વડાપ્રધાન જ્યારે 40 અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ વિશે ચર્ચા કરતા હતા, ત્યારે નાણામંત્રી ભાજપ કાર્યાલયમાં પક્ષના કાર્યકરોની મીટિંગ લઇ રહ્યા હતા
post

બેઠકમાં અમિત શાહ, નીતિન ગડકરી અને પીયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 08:25:54

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીતિ આયોગમાં 40 કરતા વધારે અર્થશાસ્ત્રી અને ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે આશરે 2 કલાક બેઠક યોજી હતી. સમાચાર એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદીનું ધ્યાન 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક હાંસલ કરવા પર છે. તેમણે માંગ અને પુરવઠાની સ્થિતિ સુધારવા માટે સૂચનો માગ્યા છે.

વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ, કૃષિમંત્રી નરેન્દ્ર તોમર અને પરિવહનમંત્રી નીતીન ગડકરી પણ ચર્ચામાં હાજત હતા, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારામન ગેરહાજર હતા. જ્યારે દેશના અર્થશાસ્ત્રીઓ અર્થતંત્ર અને બજેટ પર ચર્ચા કરતા હતા ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામન ભાજપ મુખ્યકાર્યાલયમાં પક્ષના કાર્યકરોની સાથે ચર્ચા કરી રહ્યા હતા.   

 

 

મોદીએ બજેટની તૈયારીઓમાં વખતે સક્રિય ભૂમિકા ભજવી 

 

1.   નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, CEO અમિતાભ કાંત અને અન્ય અધિકારીઓ સાથે અર્થતંત્રની વર્તમાન સ્થિતિ તથા ગ્રોથ વધારવાના ઉપાયો અંગે ચર્ચા થઈ હતી. કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે અન્ય સેક્ટરના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ગૃહ પ્રધાન અમિત શાહ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ બાબતોના પ્રધાન નીતિન ગડકરી, વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ અને પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન બિબેક દેબરોયે પણ બેઠકમાં ભાગ લીધો હતો. બજેટ અગાઉ અર્થતંત્ર પર ચર્ચા કરવા માટે નરેન્દ્ર મોદીની 13મી બેઠક છે


2.
સરકાર બજેટ પ્રક્રિયામાં સતત વ્યસ્ત છે, પરંતુ GDP ગ્રોથમાં ઘટાડો થવાને લીધે પણ સતત ચિંતિત છે. ન્યુઝ એજન્સીના મતે મોદી વખતે બજેટની તૈયારીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અર્થતંત્રના મોરચે પ્રધાનમંત્રીની સક્રિયતનો અંદાજ બાબત પરથી લાગી શકે છે કે તેમણે મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે છેલ્લા કેટલાક દિવસમાં બે બેઠક કરી હતી. ઉપરાંત ઉદ્યોગ જગતના અલગ-અલગ લોકો સાથે 10 બેઠક કરી ચુક્યા છે. તમામ મંત્રાલયોને પણ 5 વર્ષની યોજના માટે મુસદ્દો તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. અંગે સમીક્ષા કરવા મોદી સમય આપી રહ્યા છે

જીડીપી ગ્રોથ 11 વર્ષમાં સૌથી વધારે રહેવાનો અંદાજ

3. એક ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટને લઈ પ્રધાનમંત્રીએ જાહેર જનતા પાસેથી સૂચન માગ્યા છે. તેઓ જાણવા માગે છે કે અર્થતંત્રમાં સુધારા સાથે બજેટમાં કયાં ઉપાયો કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે GDP ગ્રોથ 11 વર્ષની નીચી સપાટી પર રહે તેવી શક્યતા છે. દરમિયાન કેન્ડ્રીય આંકડા વિભાગે વર્ષ 2019-20માં ગ્રોથ ફક્ત 5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. સંજોગોમાં તે વર્ષ 2008-09 બાદ સૌથી ઓછો ગ્રોથ હશે.

4. બેઠકમાં સીતારામન ગેરહાજર હતાં

અર્થતંત્રમાં તેજી લાવવા માટે બજેટમાં સંભવિત ઉપાયોગ પર ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અર્થશાસ્ત્રીઓ, વેપારી પ્રમુખો અને કૃષિ નિષ્ણાતો સાથે અઢી કલાક ચર્ચા કરી હતી. નીતિ આયોગની બેઠકમાં આશરે 40 વિશેષજ્ઞ અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હતા. વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ, કૃષિમંત્રી નરેન્દ્ર તોમર અને પરિવહનમંત્રી નીતીન ગડકરી પણ ચર્ચામાં મોજુદ હતા, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારામન ગેરહાજર હતા. તેમની ગેરહાજરીને પગલે સોશિયલ મીડિયામાં રાજકીય અટકળોએ જોર પકડ્યું હતું


5.
હવે પછીની બેઠકમાં નાણામંત્રીને પણ બોલાવજો-કોંગ્રેસ
મુદ્દે કોંગ્રેસે ભાજપ પર વ્યંગ કરતા કહ્યું કે, ‘એક સૂચન છે. બજેટને લગતી આગામી બેઠકમાં નાણા મંત્રીને પણ બોલાવજો.’ સાથે ફાઈન્ડિંગ નિર્મલાહેશટેગ શરૂ થઈ ગયું હતું. બેઠકમાં હાજર પુરુષોની તસવીર શેર કરતા કોંગ્રેસે લખ્યું કે, ‘એક મહિલાનું કામ કરવા કેટલા પુરુષોએ ભેગા થવું પડ્યું.’ ઉપરાંત કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પણ ટ્વિટ કરીને પૂછ્યું કે, ‘નાણા મંત્રી ક્યાં છે? મોદી અને અમિત શાહની જોડી ભૂલી તો નથી ગઈને કે, તેમની પાસે એક નાણા મંત્રી પણ છે?’ 


જોકે, નાણા મંત્રાલયે જવાબ આપ્યો કે, ડિસેમ્બરમાં નાણા મંત્રી નિષ્ણાતોને મળી ચૂક્યા છે. મુલાકાતોનો સિલસિલો ઘણાં વખતથી ચાલી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post