• Home
  • News
  • કાલે મોદીનો 38 કિ.મી.નો રોડ-શો:અમદાવાદમાં નરોડાથી શરુ થઈ બાપુનગર, CTM, કાંકરિયા, ચંદ્રનગર, હેલ્મેટ, વ્યાસવાડીને કવર કરતા મોદી ચાંદખેડા પહોંચશે
post

જેપી નડ્ડાનો રોડ શો, રાજનાથસિંહનો ડોર ટુ ડોર પ્રચાર

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 17:40:56

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. આવતીકાલે 1 ડિસેમ્બરે બપોર બાદ 38 કિમી લાંબો રોડ શો રહેશે, જે અમદાવાદની રથયાત્રા કરતાં પણ લાંબો રૂટ કવર કરશે. રથયાત્રાનો કુલ 34 કિમીનો રૂટ છે. અત્યાર સુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૌથી લાંબો રોડ શો રહેશે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો. નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો યોજાશે.

નરેન્દ્ર મોદીના રોડ શોનો સંભવિત રુટ
નરોડા ગામ બેઠક - નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી - સુહાના રેસ્ટોરન્ટ - શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા - ખોડિયારનગર - BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી - રાજેન્દ્ર ચાર રસ્તા - રબારી કોલોની - CTMથી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા - ખોખરા સર્કલ - અનુપમ બ્રિજ - પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ - ભુલાભાઈ ચાર રસ્તા - ડાબી બાજુ - શાહ આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા - મંગલ વિકાસ ચાર રસ્તા - ખોડિયારનગર બહેરામપુરા - ચંદ્રનગર - ધરણીધર ચાર રસ્તા - જીવરાજપાર્ક ચાર રસ્તા - શ્યામલ ચાર રસ્તા - શિવરંજની ચાર રસ્તા - હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા - પલ્લવ ચાર રસ્તા - પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા - વ્યાસવાડી - ડી માર્ટ - આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ - સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા.

જેપી નડ્ડાનો રોડ શો, રાજનાથસિંહનો ડોર ટુ ડોર પ્રચાર
પ્રથમ તબક્કાની ચૂંટણીની આડે 1 દિવસ બચ્યો છે, ત્યારે પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર પૂરો થયો છે. જો કે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર હાલ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો બહેરામપુરામાં રોડ શો થયો હતો. તો નારણપુરા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. આજે અમદાવાદ જમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો છે. તેઓ અમદાવાદ શહેરમાં ચૂંટણી પ્રચાર કરશે. તો કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સાવલીમાં સભાને સંબોધશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post