• Home
  • News
  • મોદીની મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા:PMએ કહ્યું- આપણે 70 હજાર કરોડનું ખાદ્ય તેલ બહારથી લાવીએ છીએ, આ પૈસા ખેડૂતોના ખાતામાં જઈ શકે છે
post

મોદીએ કહ્યું કે, યુવાન હવે સમય વેડફવા નથી માંગતા. પ્રાઈવેટ સેક્ટર વિકાસ યાત્રામાં વધુ આગળ આવી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-20 18:42:26

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી મીટિંગને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી. જેમાં રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના એડમિનિસ્ટ્રેટર અને લેફ્ટિનેન્ટ ગવર્નર સામેલ થયા. મોદીએ કહ્યું કે, દેશની પ્રગતિનો આધાર છે કે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કાર્ય કરે અને નિશ્વિત દિશામાં આગળ વધે. કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને વધુ સાર્થક બનાવવું અને આટલું જ નહીં આપણે પ્રયત્નપૂર્વક કોમ્પીટિટીવ, કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને માત્ર રાજ્યો વચ્ચે જ નહીં પણ જિલ્લાઓ સુધી પણ લઈ જવાનું છે.

મોદીએ કહ્યું કે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, તેમ છતા આજે લગભગ 65-70 હજાર કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ આપણે બહારથી લાવીએ છીએ. આ આપણે બંધ કરી શકીએ છીએ. આપણા ખેડૂતોના ખાતામાં પૈસા જઈ શકે છે. આ પૈસાના હકદાર આપણો ખેડૂત છે, જેના માટે આપણી યોજનાઓ એ પ્રકારે બનાવવાની રહેશે.

વડાપ્રધાન મોદીની મહત્વની વાતો

આપણા ખેડૂત દુનિયાને પણ સપ્લાઈ કરી શકે છે
વડાપ્રધાને આપણે દાળમાં પ્રયોગ કર્યા, જેમાં સફળતા મળી. દાળને બહારથી લાવવામાં આપણો ઘણો ખર્ચ ઓછો થયો છે. એવી ઘણી ખાદ્ય વસ્તુઓ કારણ વગર આપણા ટેબલ પર આવી જાય છે. આપણા દેશના ખેડૂતોને આવી વસ્તુઓના ઉત્પાદનમાં કોઈ મુશ્કેલી નથી. થોડાક ગાઈડ કરવાની જરૂર છે અને તેના માટે એવા ઘણા કૃષિ ઉત્પાદન છે જેને ખેડૂત માત્ર દેશમાં જ પેદા નથી કરી શકતા પણ દુનિયામાં પણ સપ્લાઈ કરી શકે છે. જેના માટે જરૂરી છે તમામ રાજ્ય તેમના એગ્રો ક્લાઈમેટિક રીજનલ પ્લાનિંગની સ્ટ્રેટજી બનાવે. તેના હિસાબથી ખેડૂતોને મદદ કરે.

પ્રાઈવેટ સેક્ટર વિકાસમાં આગળ રહ્યું છે.
મોદીએ કહ્યું કે, આ વર્ષના બજેટ પર જે પોઝિટીવ રિસપોન્સ આવ્યો, તેનાથી મૂડ ઓફ નેશનની ખબર પડે છે. યુવા હવે સમય નથી વેડફવા માંગતા. પ્રાઈવેટ સેક્ટર વિકાસ યાત્રામાં વધુ આગળ રહ્યું છે. આત્મનિર્ભર ભારત એક એવા ભારત તરફ એવું પગલું છે, જ્યાં દરેક વ્યક્તિને પુરી ઉર્જા સાથે આગળ વધવાની તક મળશે. આપણે માત્ર આપણા માટે નહીં, વિશ્વ માટે ઉત્પાદન કરીશું.આના માટે આપણે ઈનોવેશનને વધારવું પડશે, શિક્ષણને નવી તક આપવી પડશે.

કોરોનાના સમયમાં પ્રોડક્શન વધ્યું, પણ આપણી ક્ષમતા આનાથી વધુ
વડાપ્રધાને કહ્યું કે, આ વખતે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આપવાની પણ ચર્ચા થઈ રહી છે. સ્થાનિક સ્તરે કેન્દ્ર અને રાજ્ય મળીને કામ કરશે તો સારા પરિણામ મળશે. કૃષિમાં અપાર ક્ષમતાઓ છે, પણ હાલ પણ ઘણા પડકાર છે. જેના માટે ઘણા સુધારા કરવાના રહેશે. ખેડૂત નવા કૃષિ ઉત્પાદન માત્ર દેશ જ નહી, દુનિયા માટે પણ પેદા કરી શકે છે. કોરોનાના સમયમાં પ્રોડક્શનમાં વધારો થયો છે. પણ આપણી ક્ષમતા ઘણી વધારે છે.

1500 કાયદા ખતમ કર્યા
મોદીએ કહ્યું કે, તાજેતરમાં એવા ઘણા રિફોર્મ્સ કરવામાં આવ્યા છે, જે સરકારની દખલ ઓછી કરે છે. અમે 1500 કાયદા ખતમ કર્યા છે. મે કહ્યું છે કે કમ્પલાયન્સની સંખ્યા ઓછી થાય. હું બે વસ્તુઓનો આગ્રહ કરું છું. આજે આપણને તક મળી છે. જેમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનો પ્રયાસ રહેવો જોઈએ. જેના માટે કાયદા વ્યવસ્થામાં સુધાર કરવો પડશે. દેશના લોકો માટે ઈઝ ઓફ લિવિંગ બિઝનેસ માટે કામ કરવું પડશે. તમારા તરફથી દેશને આગળ લાવવાના વિચારોનું સ્વાગત છે.

કૃષિ ક્ષેત્રમાં પણ રોકાણ પર ભાર
વડાપ્રધાને કહ્યું કે, ગત વર્ષોમાં કૃષિથી માંડી, પશુપાલન અને મત્સ્યપાલન સુધી એક હોલિસ્ટિક અપ્રોચ અપનાવવામાં આવ્યો છે. જેનું પરિણામ છે કે કોરોના સંકટના સમયમાં પણ દેશની કૃષિ નિકાસમાં વધારો થયો છે. ભારતે કૃષિ ક્ષેત્રમાં નિકાસમાં વૃદ્ધિ જોવા મળી. આપણા પાસે આ ક્ષેત્રમાં ઘણી વધારે ક્ષમતા છે. કૃષિ ઉત્પાદનોના નુકસાનને ઓછું કરવું જોઈએ

પીએમ મોદીએ કહ્યું કે, કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને વધુ સાર્થક બનાવવા અને આટલું જ નહીં આપણે પ્રયાસ કરીને કમ્પટેટિવને કો-ઓપરેટિવ ફેડરલિઝ્મને ન માત્ર રાજ્યો વચ્ચે, પણ ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી લઈ જવા પડશે જેથી વિકાસની સ્પર્ધા સતત ચાલતી રહે. વડાપ્રધાને કહ્યું કે, 2014થી ગ્રામીણ અને શહેર ભારતમાં 2.4 કરોડથી વધુ ઘર બનાવવામાં આવ્યા છે. વધુ એક પહેલ ચાલી રહી છે જેમાં ભારતમાં છ રાજ્યોમાં આધુનિક ટેકનીકથી મકાન બનાવવામાં આવી રહ્યાં છે. અમુક મહિનામાં, નવા મોડલ સાથે મજબૂત ઘર બનાવવામાં આવશે.

શું છે બેઠકના એજન્ડામાં?
બેઠકના એજન્ડમાં કૃષિ, બુનિયાદી ઢાંચો, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, જમીન સ્તર પર સેવા વિતરણ અને સ્વાસ્થ્ય અને પોષણ અંગે વિચાર વિમર્શ સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post