• Home
  • News
  • નવા કોરોના વેરિયન્ટ મુદ્દે મોદીની ઇમર્જન્સી બેઠક:ખૂબ જ ઝડપી સંક્રમણ ફેલાવતા સાઉથ આફ્રિકન વેરિયન્ટ મુદ્દે PM મોદીની અધિકારીઓ સાથે મળી બેઠક
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના બાબતે અધિકારીઓ સાથે બેઠક

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-27 14:55:12

સમગ્ર વિશ્વમાં કોરોનાના સાઉથ આફ્રિકન વેરિઅન્ટની દહેશત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મુદ્દે એક બેઠક કરી રહ્યા છે. બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમના અગ્ર સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પોલ. વડાપ્રધાન દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અંગે ચર્ચા કરી રહ્યા છે.

મોદીની અધ્યક્ષતામાં આ બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટે ચિંતા વધારી છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા મલ્ટિપલ મ્યુટેશન સાથેના કોવિડ વેરિઅન્ટ વિશે દુનિયાભરના દેશો ભયભીત થઈ ગયા છે. સાઉથ આફ્રિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફેક્શન ડિસીઝે કહ્યું- દેશમાં અત્યાર સુધીમાં આ પ્રકારના 22 કેસ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે.તેને વેરિઅન્ટ ઓફ સીરિયસ કન્સર્ન જણાવવામાં આવ્યો છે.

નવા વેરિઅન્ટથી અસરગ્રસ્ત દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવા કેજરીવાલની અપીલ
PM મોદીની બેઠક પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીલ કરી હતી કે કોરોનાના નવા વેરિઅન્ટથી અસરગ્રસ્ત દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવામાં આવે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે આપણે કોરોનાના નવા વેરિઅન્ટને ભારતમાં પ્રવેશતા અટકાવવા માટે જરૂરી પગલાં ઉઠાવવા જોઈએ.

ભારતે પણ કડક પગલાં ભર્યા
તમામ એરપોર્ટને હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાયેલથી આવતા મુસાફરોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે. રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે. કોઈપણ પ્રકારની જરા પણ બેદરકારી ન રાખવામા આવે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું - પોઝિટિવ મળી આવતા સેમ્પલને તાત્કાલિક જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવા જોઈએ. દેશના નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે પણ આ વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટને લઈને વિશ્વભરના દેશો ભયભીત થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શસ ડિસીઝે કહ્યું હતું- દેશમાં અત્યારસુધીમાં આ વેરિયન્ટના 22 કેસ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે. એને ગંભીર ચિંતાના પ્રકાર તરીકે વર્ણવવામાં આવો છે.

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોને દુનિયાભરના દેશોની ચિંતા વધારી
દેશનાં ઘણાં ક્ષેત્રોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોને પણ દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે બેઠક મળી છે. પીએમ મોદીએ બેઠક એવા સમયે મળી છે, જ્યારે દેશમાં શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થામ, ઓડિશા સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે.

અત્યારસુધીમાં ક્યાં-કેટલા કેસ મળ્યા છે?

·         સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં આ વેરિયન્ટનો કેસ મળ્યો હતો. ત્યાં અત્યારસુધીમાં આ વેરિયન્ટથી 77 લોકોને સંક્રમણ લાગ્યું છે. બોત્સવાનામાં પણ 2 લોકો આ વેરિયન્ટથી સંક્રમિત મળી આવ્યા છે. ચિંતા કરતી વાત એ છે કે બોત્સવાનામાં સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થઈ ગયેલા લોકોને પણ સંક્રમણ લાગી રહ્યું છે.

·         સાથે જ હોંગકોંગમાં પણ આ વેરિયન્ટના 2 કેસ નોંધાયા છે. જોકે બંનેને આઇસોલેશન કરી દેવામાં આવ્યા છે અને તેમની દેખરેખ રાખવામા આવી રહી છે.

·         ઈઝરાયેલમાં પણ આ વેરિયન્ટથી સંક્રમિત એક કેસ સામે આવ્યાની પુષ્ટિ થઈ છે. સંક્રમિત વ્યક્તિ દક્ષિણ આફ્રિકાનો દેશ માલાવીથી પરત ફર્યો હતો.

કોરોનાથી બચાવ માટે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા બાદ પણ લોકો સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. આ કારણે પણ સરકારની ચિંતામાં વધારો થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post