• Home
  • News
  • બંગાળમાં મોદી vs દીદી:નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા, 7 માર્ચના રોજ પદયાત્રા કરશે અને આજ દિવસે PMની પણ કોલકાતામાં રેલી
post

TMC સાંસદે નાયબ ઈલેક્શન કમિશ્નરને હટાવવાની માંગ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-05 12:28:11

7 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેલી કરશે. મોદીની રેલી બ્રિગેડ ગ્રાઉન્ડમાં યોજાશે. આજ દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જી દાર્જિલિંગ અને સિલિગુડીમાં LPGની વધતી કિંમતોના વિરોધમાં પદયાત્રા કાઢશે. મમતાએ ગુરુવારે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાતા કરી છે. તૃણમુલમાંથી ભાજપમાં ગયેલા શુભેંદુ અધિકારી નંદીગ્રામથી જ ધારાસભ્ય છે.

TMC સાંસદે નાયબ ઈલેક્શન કમિશ્નરને હટાવવાની માંગ કરી
TMC
ના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચને પત્ર લખીને બંગાળના નાયબ ચૂંટણી કમિશ્નર સુદીપ જૈનને હટાવવાની માંગ કરી છે. બ્રયાને કહ્યું હતું કે વર્ષ 2019માં પણ જૈન પાસે પશ્ચિમ બંગાળનો હવાલો હતો. તે સમયે લોકસભા ચૂંટણી પહેલા અમિત શાહની રેલી દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડાઈ હતી.

TMC સાંસદે કહ્યું કે ત્યારે જૈને ચૂંટણી પંચને ખોટો રિપોર્ટ મોકલ્યો હતો. જેના આધારે બે દિવસ પહેલા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાયો હતો. તેઓએ કહ્યું કે ભાજપે મૂર્તિ તોડી પણ કાર્યવાહી કરાઈ ન હતી. જૈનનો વ્યવહાર પક્ષપાતભર્યો હતો.

ભાજપમાં જોડાનારને TMC ધારાસભ્યની ધમકી
TMC
ધારાસભ્ય હમીદુલ રહેમાને પાર્ટી છોડીને ગયેલા નેતાઓને કહ્યું હતું કે અમારા વડીલો કહેતા હતા કે જેમનું નમક ખાઈએ તેઓ સાથે દગો ન કરવો જોઈએ. ચૂંટણી પછી TMC જીતશે અને મમતા દીદી ફરી CM બનશે. જે લોકોએ દગો કર્યો છે તેઓને મળશે. વિશ્વાસઘાતીઓ સામે જંગ તો થશે.

શિવસેના ચૂંટણી નહીં લડે, મમતાને સમર્થન કરશે
શિવસેનાએ જાહેરાત કરી છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે તેઓ ચૂંટણી નહીં લડે. પાર્ટી મમતા બેનર્જીને સમર્થન આપશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post