• Home
  • News
  • દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે: ગુજરાત, રાજસ્થાનમાં વરસાદ ઓછો પડવાની શક્યતા - સ્કાઈમેટ
post

જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર સરેરાશ 880.6 મીમી વરસાદની તુલનામાં 2022માં 98% વરસાદની સંભાવના છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-12 11:12:45

નવી દિલ્હી, તા. 12 એપ્રિલ 2022, મંગળવાર

હવામાન પૂર્વાનુમાન અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રની અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટે 2022 માટે મોનસૂન પૂર્વાનુમાન જાહેર કર્યું છે. સ્કાઈમેટના મોનસૂન પૂર્વાનુમાન પ્રમાણે 4 મહિના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર સરેરાશ 880.6 મીમી વરસાદની તુલનામાં 2022માં 98% વરસાદની સંભાવના છે. 21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી તેની અગાઉની પ્રાથમિક આગાહીમાં સ્કાયમેટે ચોમાસુ 2022 સામાન્ય રહેવાનો અંદાજ મૂક્યો હતો અને હવે તે જ જાળવી રાખ્યું છે. સામાન્ય વરસાદનો ફેલાવો LPA ના 96-104% પર ફેલાયો છે.

સ્કાઈમેટમા સીઈઓ યોગેશ પાટિલના જણાવ્યા પ્રમાણે છેલ્લી 2 મોનસૂન સિઝન બેક-ટૂ-બેક લા નીના ઘટનાઓથી પ્રેરિત રહી છે. આ અગાઉ લા નીના ઠંડીમાં ઝડપથી ઘટવા લાગી હતી પરંતુ પૂર્વીય હવાઓ ઝડપી હોવાના કારણે તેની વાપસી નથી થઈ શકી. જો કે તેની ટોચ પર પહોંચી ગયું છે, પ્રશાંત મહાસાગરની લા નીના ઠંડક દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત પહેલા પ્રબળ થવાની સંભાવના છે. એટલા માટે અલ નીનોની ઘટનાથી ઈન્કાર કરવામાં આવે છે જે સામાન્ય રીતે મોનસૂનને હેરાન કરે છે. જો કે, ચોમાસામાં અચાનક અને તીવ્ર વરસાદની અપેક્ષા રાખવામાં આવે છે, જે અસામાન્ય રીતે લાંબા દુષ્કાળની વચ્ચે થાય છે.

Indian Ocean Dipoleનો દ્વિધ્રુવ તટસ્થ છે. જોકે, આમાં થ્રેશોલ્ડ માર્જિનની નજીક ઝુકાવની પ્રવૃત્તિ છે. IOD સામેના પ્રતિકાર સામે ખાસ કરીને સિઝનના બીજા ભાગમાં ચોમાસાએ ENSO - તટસ્થ પરિસ્થિતિઓ પર સવારી કરવી પડશે. આ સંભવિતપણે માસિક વરસાદના વિતરણમાં ભારે પરિવર્તનશીલતાનું કારણ બની શકે છે.

ભૌગોલિક જોખમોના સંદર્ભમાં સ્કાઈમેટ રાજસ્થાન અને ગુજરાત તેમજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઉત્તરપૂર્વીય પ્રદેશોને સમગ્ર સિઝન દરમિયાન વરસાદની અછતની સંભાવનાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનાઓમાં કેરળ રાજ્ય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ઓછો વરસાદ પડશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્ર અને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વરસાદ આધારિત ક્ષેત્રોમાં સામાન્યથી વધારે વરસાદ થશે. જૂનની શરૂઆતમાં ચોમાસાની શરૂઆત સારી થવાની આગાહી છે.

જૂનમાં LPA (166.9 mm) સામે 107% વરસાદની શક્યતા

- 70% સામાન્ય વરસાદની શક્યતા

- 20% સામાન્યથી વધારે વરસાદની શક્યતા

- 10% સામાન્યથી ઓછા વરસાદની શક્યતા

જૂલાઈમાં LPA (285.3 mm)ની તુલનામાં 100% વરસાદની શક્યતા 

- 65% સામાન્ય વરસાદની શક્યતા

- 20% સામાન્યથી વધારે વરસાદની શક્યતા

- 15% સામાન્યથી ઓછા વરસાદની શક્યતા

ઓગસ્ટમાં LPA(258.2mm)ની તુલનામાં 95% વરસાદની શક્યતા

- 60% સામાન્ય વરસાદની શક્યતા છે

- 10% સામાન્યથી વધારે વરસાદની શક્યતા છે. 

- 30% સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે.

સપ્ટેમ્બરમાં LPA (170.2 mm)ની તુલનામાં 90% વરસાદની શક્યતા

- 20% સામાન્ય વરસાદની શક્યતા છે

- 10% સામાન્યથી વધારે વરસાદની શક્યતા છે

- 70% સામાન્યથી ઓછા વરસાદની શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post