• Home
  • News
  • મૂસેવાલા મર્ડર કેસ: પંજાબ પોલીસે કસ્ટડીમાંથી ફરાર થયેલા મુખ્ય આરોપી ટીનૂને ઝડપી પાડ્યો
post

પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાના કાવતરામાં સામેલ ગેંગસ્ટર દીપક ટીનુની મદદ કરનાર તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 18:46:41

નવી મુંબઇ: સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં ફરાર આરોપી ગેંગસ્ટર દીપક ટીનુની ધરપકડ કરવામાં આવી છે. દીપક સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી છે. દીપકનું નામ તે ચાર્જશીટમાં હતું જેમાં હત્યામાં સામેલ 15 લોકો શૂટર, માસ્ટરમાઈન્ડ અને અન્ય રૂપમાં સામેલ હતા. ગેંગસ્ટર દિપક કુમાર ઉર્ફે ટીનુ ચોથી વખત પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. ટીનુ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરિત હતો અને પોલીસ તેને સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લઈ રહી હતી. પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાના કાવતરામાં સામેલ ગેંગસ્ટર દીપક ટીનુની મદદ કરનાર તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી.

મહત્વનું છે કે, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડી બ્રારે આ હત્યાની જવાબદારી લીધી હતી. જે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સહયોગી છે. ગોલ્ડી બરાર હાલ કેનેડામાં છે. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે, સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા શરીરમાં 19 ગોળીઓ વાગી હતી અને 15 મિનિટની અંદર તેનું મૃત્યુ થયું હતું. મોટાભાગની ગોળીઓ સિદ્ધુ મૂસેવાલાના શરીરની જમણી બાજુએ વાગી હતી. કિડની, લીવર, ફેફસાં અને કરોડરજ્જુમાં પણ ગોળીઓ પણ વાગી હતી. મૃત્યુનું કારણ હેમરેજ શોક ગણાવવામાં આવી રહ્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post