• Home
  • News
  • ડબલ મર્ડરનાં આરોપીને હાથકડી ન હતી પહેરાવી, બિન્દાસ ફરતા 24 જ સેકન્ડમાં ભાગી ગયો
post

24મી સેકન્ડે પોલીસને ચકમો આપી ફરાર થયો હતો. આરોપી ફરાર થયાના એક મિનિટ બાદ સફાળી જાગેલી પોલીસે તેમનો પીછો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-15 13:07:43

અમદાવાદ : મોરબીમાં ભૂમાફિયાઓની ગેંગવોરમાં મોરબીના કુખ્યાત મુસ્તક મીર સહિત બે વ્યકિતની હત્યા કરનાર નામચીન હિતેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે હિતુભા ઝાલા નામનો આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપીની મોરબી કોર્ટમાં મુદ્દત હોવાથી અમદાવાદથી મોરબી તરફ પોલીસ ઝાપતાં સાથે લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે જ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ એક હોટલ પાસેથી આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા અન્ય કારમાં પોલીસ ઝાપતામાંથી ફરાર થઈ જતાં ચકચાર મચી જવાં પામી છે. આ આરોપી માત્ર 45 સેકન્ડમાં જ ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે આરોપીને મોરબી કોર્ટની મુદતે લઇ જવાતો હતો ત્યારે હોટેલ ઉપર કાર લઇને આવેલા ઓળખીતાને મળવા જવાનું કહેતા પોલીસે આવા કુખ્યાત આરોપીને હાથકડી વગર એકલો જ જવા દીધો હતો. આરોપી ભાગી ગયા બાદ એક મિનિટ પછી પોલીસે તેનો પીછો કર્યો હતો. ડીએસપી મહેન્દ્રકુમાર બગડિયાની સૂચનાથી પોલીસે જિલ્લાનાં તમામ રસ્તાઓ ઉપર નાકાબંધીના આદેશો આપ્યા હતા.

હોટલનાં સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે પોલીસ નાસ્તો કરવા ટેબલ પર બેઠી હતી ત્યારે આરોપીએ નાસ્તો અને ચા પણ લાવી આપ્યાં હતા. પોલીસે આરોપી પાસે વેઇટરનું કામ કરાવ્યું હતું. આ મામલામાં સુરેન્દ્રનગરથી પોલીસે આરોપીને લઇને ફરાર થયેલી કાર તથા ચાલક રોહિત જોષીની ધરપકડ કરી છે. કારમાંથી આરોપીને ઉતારી દીધા બાદ કારચાલક જતો હતો ત્યારે જ તે ઝડપાયો હતો.

સીસીટીવી પ્રમાણે 23 સેકન્ડ સુધી આરોપી કારમાં બેઠેલા શખ્સ સાથે વાત કરી પોલીસને હાથ બતાવી ભાગે છે. 24મી સેકન્ડે પોલીસને ચકમો આપી ફરાર થયો હતો. આરોપી ફરાર થયાના એક મિનિટ બાદ સફાળી જાગેલી પોલીસે તેમનો પીછો કર્યો હતો. જેથી પોલીસ પર પણ શંકાની સોય આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post