• Home
  • News
  • રશિયામાં પ્રથમવાર 24 કલાકમાં 16000થી વધુ કેસ, આર્જેન્ટિનામાં દર્દીઓની સંખ્યા 10 લાખને પાર
post

દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર, રિકવર દર્દીઓની સંખ્યા 3 કરોડથી વધુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-21 09:05:25

દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4.07 કરોડથી વધુ થઈ છે. 3 કરોડ 4 લાખ 53 હજાર 494 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 11.24 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે.

રશિયામાં પ્રથમવાર 24 કલાકમાં સંક્રમણના કેસ 16000થી વધુ મળ્યા છે. મંગળવારે 16319 દર્દી મળ્યા અને 269ના જીવ ગયા છે. રાજધાની મોસ્કોમાં સંક્રમણના મામલા વધ્યા છે. 21 ઓક્ટોબરથી મોસ્કો રિજિયનની આસપાસ મ્યુઝિયમ, એક્ઝિબિશન અને પબ્લિક ઈવેન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. શુક્રવારથી વિના માસ્ક અને ગ્લવ્ઝના લોકો મોસ્કો મેટ્રોમાં નહીં જઈ શકે. દેશમાં 14.31 લાખ કેસ અને 24635 મોત થઈ ચૂક્યા છે.

આર્જેન્ટિના પાંચમો દેશ થઈ ગયો છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે કે 24 કલાકમાં દેશમાં 12982 કેસ મળ્યા છે અને 451 મોત થયા છે. તેની સાથે જ દર્દીઓની સંખ્યા 10 લાખ 2 હજાર 662 થઈ ગઈ છે અને 26716 મોત થયા છે.

10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિત

મોત

સ્વસ્થ થયા

અમેરિકા

84,67,301

2,25,439

55,12,225

ભારત

76,26,261

1,15,552

67,63,492

બ્રાઝિલ

52,51,127

1,54,226

46,81,659

રશિયા

14,31,635

24,635

10,85,608

સ્પેન

10,15,795

33,992

ઉપલબ્ધ નથી

આર્જેન્ટિના

10,02,662

26,716

8,03,965

કોલંબિયા

9,65,883

29,102

8,67,961

ફ્રાંસ

9,10,277

33,623

1,05,935

પેરુ

8,70,876

33,820

7,84,056

મેક્સિકો

8,54,926

86,338

6,23,494

આર્જેન્ટિનામાં સંક્રમણ વધ્યું
બ્યુનસ આયર્સમાં આજે સતત બીજા દિવસે હેલ્થ મિનિસ્ટ્રીની મીટિંગ થવા જઈ રહી છે. આ દરમિયાન નવા પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી શકે છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખથી વધુ થયો છે. હેલ્થ મિનિસ્ટ્રીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યુ છે કે સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે અને તેનો સામનો કરવા માટે ઈમર્જન્સી ઉપાય કરવામાં આવી રહ્યા છે. સોમવારે દેશમાં લગભગ 13 હજાર નવા સંક્રમિત મળ્યા. આ દરમિયાન 451 દર્દીઓનાં મોત પણ થઈ ગયા.

પાકિસ્તાનઃ ડેથ રેટ 140% વધ્યો
પાકિસ્તાનમાં છેલ્લા એક સપ્તાહમાં સંક્રમણથી થનારો મૃત્યુદર 140% વધ્યો છે. પાકિસ્તાનના મંત્રી અસદ ઉમરે મંગળવારે આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આપણે કોરોના અંગેના દિશાનિર્દેશોને ન માનીને મોટી ભૂલ કરી રહ્યા છીએ. આ ઉપાયોના જ સારા પરિણામો દેખાયા હતા, આપણે તે માનવા જોઈએ.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ વધતા સંક્રમણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે દેશના કેટલાક શહેરોમાં આવનારા મહિનાઓમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ શકે છે. બે સપ્તાહ અગાઉ પાકિસ્તાન સંક્રમણ કાબુમાં હોવાની વાત કરી રહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ તેની કોશિશોની પ્રશંસા કરી હતી. અત્યાર સુધીમાં અહીં 3 લાખ 23 હજાર 452 સંક્રમિત મળ્યા છે અને 6659 મોત થયા છે.

હોંગકોંગઃ સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઢીલ
હોંગકોંગમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. મંગળવારે પાંચ નવા કેસ સામે આવ્યા હતા. જેના પછી અહીં સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઢીલ આપવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું હતું કે શુક્રવારથી લોકો 30ની સંખ્યા સુધી લોકલ ટૂરમાં સામેલ થઈ શકશે. આ સાથે જ લગ્ન સમારંભોમાં 50થી વધુ ગેસ્ટને સામેલ થવાની મંજૂરી નહીં મળે.

ચીનમાં નવી મુશ્કેલી
ધ ગાર્જિયનના રિપોર્ટમાં જણાવાયું છે કે ચીનમાં પેક્ડ ફ્રોઝન ફૂડના પેકેટ પર કોવિડ-19 વાયરસ મળ્યો છે. તેનો અર્થ એ થયો કે કોરોના વાયરસ કોલ્ડ સપ્લાય ચેન્સમાં જીવિત રહી શકે છે. ચીન માટે આ સમાચાર ચિંતાજનક છે. શનિવારે સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી )એ એક નિવેદન જારી કરીને સ્વીકાર્યુ કે ક્વિનદાઓ પ્રાંતના એક સ્ટોરમાં ફ્રોઝન ફૂડમાં વાયરસ મળી આવ્યો છે. રિસર્ચરને આશંકા છે કે આ વાયરસ આ શહેરના એક ક્લસ્ટરથી ત્યાં સુધી પહોંચ્યો. આ અગાઉ પણ આ પ્રકારનો અભ્યાસ કરાયો હતો. પરંતુ, ત્યારે વાયરસ જીવિત હોવાના પુરાવા મળ્યા નહોતા.

ચીનમાં 19 નવા કેસ
ચીનની હેલ્થ મિનિસ્ટ્રીએ સોમવારે રાતે જણાવ્યું કે દેશમાં કુલ મળીને 10 નવા કેસ સામે આવ્યા છે અને આ તમામ ઈમ્પોર્ટેડ છે. આ પહેલા એક જ દિવસમાં 13 નવા કેસ મળ્યા હતા. મિનિસ્ટ્રીના કહેવા પ્રમાણે મોટાભાગના કેસો બીજા દેશોમાંથી આવેલા લોકોને સંબંધિત છે. લોકલ ટ્રાન્સમિશનનો હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી. સોમવારે જે 19 કેસ સામે આવ્યા તે તમામ બીજા દેશોમાંથી આવેલા લોકોના છે.

ઈઝરાયેલમાં રાહત
​​​​​​​ઈઝરાયેલે સંક્રમણના કેસોમાં ઘટાડો આવ્યા પછી પ્રતિબંધોમાં રાહત આપશે એમ જણાવ્યું છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે તેની જાહેરાત કરી હતી. હવે લોકોને એક કિમીના વ્યાપમાં અવરજવર કરવાની છૂટ મળી છે. રેસ્ટોરાંમાંથી ડિલિવરી ઉપરાંત ટેક-આઉટની સુવિધા મળશે. બીચ પર જવાની અનુમતિ હશે. જો કે, વડાપ્રધાને કહ્યું હતું કે લોકો સરકારની તરફથી જારી દિશા-નિર્દેશોનું પાલન કરે. આશા છે કે આપણને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ મળશે. જો એવું લાગશે કે સંક્રમણના કેસ ઓછા થતા નથી તો પ્રતિબંધો ફરીથી કડક કરી દેવાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post