• Home
  • News
  • ગુજરાતમાં ઓપરેશન દુરાચારીની જરૂર:ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં દુષ્કર્મ-છેડતીની 4 હજારથી વધારે ઘટના, મહિલાઓ વિરુદ્ધ અપરાધના 81 હજાર કેસ પેન્ડિંગ
post

2014થી પછી રાજ્યમાં દરરોજ દુષ્કર્મની સરેરાશ 1 ઘટના તથા સતામણીની સરેરાશ 3 ઘટનાઓ નોંધાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 09:55:37

મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોની સંખ્યા ઉત્તર પ્રદેશ કરતા ગુજરાતમાં ભલે ઓછી હોય છતાં પણ રાજ્યમાં આ પ્રકારના અપરાધની સંખ્યા નાની નથી. ગુજરાત સરકારના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ 2014થી અત્યાર સુધીમાં મહિલાઓની સતામણીની દર વરસે સરેરાશ 1400 ઘટનાઓ નોંધાય છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં જ દુષ્કર્મ અને છેડતીના 4 હજારથી વધુ બનાવો નોંધાઈ ચૂક્યા છે. 2014થી પછી રાજ્યમાં દરરોજ દુષ્કર્મની સરેરાશ 1 ઘટના તથા સતામણીની સરેરાશ 3 ઘટનાઓ નોંધાય છે.

ગત માર્ચમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મની 2,723 ઘટનાઓ નોંધાઈ હતી જેમાંથી 41 સામુહિક દુષ્કર્મની ઘટનાઓ હતી. બીજી તરફ 20 સપ્ટેમ્બરે લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના પેન્ડિંગ કેસોની સંખ્યા 81,138 છે. જ્યારે પોસ્કો હેઠળ નોંધાયેલા પેન્ડિગ કેસોની સંખ્યા 6,947 છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post