• Home
  • News
  • વિશ્વમાં મહામારીથી અત્યાર સુધી 40.8 લાખથી વધુ મૃત્યુ, ઈન્ડોનેશિયાની સ્થિતિ ખરાબ
post

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે ફરી વિશ્વમાં કહેર મચાવ્યો છે. અનેક દેશોમાં આ વાયરસ ફેલાયો છે અને ત્યાં કેસની સંખ્યામાં ફરી વધારો થઈ રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-19 11:23:41

જકાર્તાઃ વિશ્વભરમાં કોરોના મહામારી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલ રસીકરણ અભિયાન છતાં સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. સમાચાર એજન્સી આઈએએનએસ પ્રમાણે દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો વધી 18.99 કરોડથી વધી ગયો છે જ્યારે આ મહામારીમાં 40.8 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. વિશ્વભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન છતાં આ સ્થિતિ છે. જોન હોપકિંસ યુનિવર્સિટી પ્રમાણે વિશ્વમાં કોરોના વિરોધી વેક્સિનના 3.59 અબજથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 

હાલના સમયમાં મહામારીનો સૌથી વધુ માર ઈન્ડોનેશિયા પર પડ્યો છે. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ઈન્ડોનેશિયામાં મહામારીમાં ડોક્ટરોના મોતની સંખ્યા વધી છે. ઈન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિએન્ટ કહેર મચાવી રહ્યો છે. એકથી 17 જુલાઈ વચ્ચે કુલ 114 ડોક્ટરોના મોત થયા છે. મહામારીની શરૂઆત બાદથી કોરોનાને કારણે અત્યાર સુધી 545 ડોક્ટરોના મૃત્યુ થયા છે. આ હાલ સ્થિતિ ત્યારે છે જ્યારે દુનિયાની ચોથી સૌથી વધુ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં 95 ટકા સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ થઈ ચુક્યુ છે. 

ડેલ્ટા વેરિએન્ટના સંકટનો સામનો કરી રહેલું ઈન્ડોનેશિયા મોતની સંખ્યાના મામલામાં બ્રાઝિલ બાદ બીજા સ્થાને છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો ઈન્ડોનેશિયાને મહામારીનું નવુ કેન્દ્ર ગણાવી રહ્યાં છે. ઈન્ડોનેશિયામાં રવિવારે વાયરસના 44721 નવા કેસ સામે આવ્યા અને 1093 લોકોના મોત થયા છે. ઈન્ડોનેશિયાની સરકારે કોરોના પર નિયંત્રણ મેળવવા માટે ત્રણ જુલાઈથી કડક પ્રતિબંધો લાગૂ કર્યા છે. આ પ્રતિબંધો મંગળવારે સમાપ્ત થઈ રહ્યાં છે પરંતુ વર્તમાન સ્થિતિને જોતા તેમાં વધારો કરવામાં આવી શકે છે. 

રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 25,018 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રશિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી 59,58,133 થઈ ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 764 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં મહામારીથી 518 લોકોના મૃત્યુ થયા, ત્યારબાદ મૃત્યુઆંક વધીને ચાર લાખ 13 હજાર 609 થઈ ગયો છે. બ્રાઝિલ કોરોનાના મોતના મામલામાં બીજા સ્થાન પર તો ફ્રાન્સ ચોથા સ્થાને છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post