• Home
  • News
  • દુકાન પર 5 કરતા વધારે લોકોને એન્ટ્રી મળી શકશે, નાઈટ કર્ફ્યૂમાં એક કલાક છૂટ લંબાવાઈ
post

હવે સવારના 5થી રાતના 10 વાગ્યા સુધી બહાર રહી શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 09:27:24

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંગળવારે અનલોક-2 માટે ગાઈડલાઈન જારી કરી. અનલોક-2માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ગાઈડલાઈન પ્રમાણે દુકાનો પર 5 કરતા વધારે લોકોની એન્ટ્રી આપવામાં આવશે. જોકે તે સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત સરકારે નાઈટ કર્ફ્યૂમાં આપવામાં આવેલી છૂટને એક કલાક વધારી છે. હવે લોકો સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી બહાર રહી શકશે.

અનલોક-1

અનલોક-2

નાઈટ કર્ફ્યૂ

રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો

રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નિકળવા પર પ્રતિબંધ.એટલે કે લોકો એક કલાક વધારે ઘર બહાર નિકળી શકશે

ફક્ત આવશ્યક સેવા માટે છૂટ હતી

શિફ્ટમાં કામ કરતા લોકો પણ જઈ શકે છે. બસો, ટ્રેનો અને વિમાનથી ઉતરી લોકો ઘરે જઈ શકશે

દુકાન

એક સમયમાં 5 લોકોને મંજૂરી આપવામાં આવી હતી

હવે પાંચથી વધારે લોકો સામાન ખરીદી શકે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી

ઘરેલુ ઉડ્ડયન સેવા તથા ટ્રેનોમાં વધારો થશે
નવી ગાઈડલાઈનમાં સરકારે કહ્યું છે કે ઘરેલુ ઉડ્ડયનો અને પેસેન્જર ટ્રેનોને હવે મર્યાદિત રીત ચલાવવામાં આવશે. તેમ જ તેમા વધારો કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post