• Home
  • News
  • 12 દિવસમાં કોઈ પણ પ્રકારના ખર્ચ વગર 60%થી વધુ સાફ થઈ ગઈ યમુના, કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ ગંદકી ઓછી થઈ રહી ન હતી
post

કેન્દ્ર અને દિલ્હી સરકારે 25 વર્ષમાં લગભગ 2 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છતા પણ યમુના સાફ થઈ શકી ન હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 11:53:53

નવી દિલ્હી : લગભગ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા અને મોટી-મોટી યોજનાઓ બનાવવામાં આવ્યા બાદ પણ કેન્દ્ર અને દિલ્હી સરકાર 25 વર્ષમાં યમુનાને સાફ કરી શકી નથી. જોકે કોરોનાવાઈરસના સંક્રમણના પગલે લોકડાઉનના કારણે દિલ્હીમાં યમુના લગભગ 60 ટકા સાફ થઈ ગઈ છે. 12 દિવસમાં પલ્લાથી વજીરાબાદ બેરેજ સુધી અને સિગ્નેચર બ્રિજથી ઓખલા બેરજ સુધીનું પાણી શીશા જેવું સાફ થઈ ગયુ છે. વજીરાબાદ નવગજા પીરની સામે નફજગઢ અને બુરાડી બાઈપાસમાંથી આવી રહેલા ગંદા નાળાના પાણી વાળી જગ્યાને છોડી દેવામાં આવે તો પલ્લાથી લઈને ઓખલા બેરાજ સુધી ક્યાંય પાણી ગંદુ નથી.

આ અંગે મેગ્સેસ અવોર્ડ વિજેતા વોટરમેનના નામથી જાણીતા રાજેન્દ્ર સિંહે ભાસ્કરને જણાવ્યું કે કેન્દ્ર અને દિલ્હી સરકાર દ્વારા યુમુનાની સફાઈ માટે કરવામાં આવેલા પ્રયત્નો પર હું છેલ્લા 40 વર્ષથી આંગળી ઉઠાવી રહ્યું છું. તેમના જણાવ્યા પ્રમાણે પ્રદૂષિત જળ અને નદીઓના પાણીને જ્યાં સુધી અલગ કરવામાં આવશે નહિ ત્યાં સુધી યમુના સાફ થશે નહિ. હવે પોલીસની કડકાઈના કારણે તમામ ઈન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ અને નદીમાં નફજગઢ, બુરાડી બાઈપાસ અને શાહદરા નાળામાંથી યમુના નદીમાં ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ યુક્ત પાણી આવવાનું બંધ થઈ ગયું છે. આ નાળામાં હાલ ઓર્ગેનિક સીવેજનું દૂષિત પાણી છે, જે નદીમાં અમુક સમય પછી સારું થઈ જાય છે. જ્યારે કેમિકલ યુક્ત નોન ઓર્ગેનિક સીવેજ સારું થઈ શકતું નથી.

મોટું કારણઃ લોકડાઉન દરમિયાન ઉદ્યોગ બંધ છે, તેનાથી નફજગઢ, બુરાડી બાઈપાસ અને શાહદરા નાળામાંથી યમુના નદીમાં કમેકિલ યુક્ત સીવેજનું પાણી આવવાનું બંધ થઈ ગયું છે.

જળપુરુષ રાજેન્દ્ર સિંહે કહ્યું... ખોટા ડોક્ટરના ઈલાજના કારણે આઈસીયુમાં પહોંચી ચૂકેલી યમુના લોક ડાઉનથી જનરલ વોર્ડમાં પહોંચી ગઈ.

સરકાર જે કામ 1994થી 2000 કરોડ રૂપિયા ખર્ચીને ન કરી શકે તે લોકડાઉને 12 દિવસમાં થઈ ગયું. ઈન્ડસ્ટ્રીના ટ્રીટમેન્ટ કર્યા વગરના કેમિકલયુકત સીવેજના કારણે યુમના બીમાર થતી ગઈ. સરકાર સુનિશ્ચિત કરે કે લોકડાઉન ખુલ્યા બાદ ઈન્ડસ્ટ્રીનું ગંદુ પાણી યમુનામાં ન આવે.- મનોજ મિશ્ર, પર્યાવરણવિદ 

 

adv

Related News

post
post
post
post
post
post
post