• Home
  • News
  • Most Sixes In Test Cricket: બેન સ્ટોક્સે ટેસ્ટમાં બનાવ્યો મહારેકોર્ડ, હવે કોચ બ્રેન્ડન મેક્યુલમ નિશાના પર
post

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના મામલામાં બેન સ્ટોક્સ ત્રીજા નંબરે આવી ગયો છે. તેનાથી આગળ હવે માત્ર બે જ ખેલાડી છે. જેમાંથી એક તેની ટીમના કોચ બ્રેન્ડન મેક્યુલમ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-25 16:12:13

નવી દિલ્લી: ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે જ્યારથી વાપસી કરી છે. ત્યારથી ધમાકેદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં બેન સ્ટોક્સે પોતાનો જલવો વિખેર્યો છે. બેન સ્ટોક્સે તેની સાથે જ પોતાના નામે એક સ્પેશિયલ રેકોર્ડ બનાવી લીધો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારીને સદી ફટકારી હતી. બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ક્રિકેટર બન્યો છે. બેન સ્ટોક્સે પહેલા બ્રેન્ડન મેક્યુલમ અને એડમ ગિલિક્રિસ્ટ જ એવા પ્લેયર છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 100 કે તેનાથી વધારે સિક્સ ફટકારી છે. બેન સ્ટોક્સે માત્ર 82 ટેસ્ટ મેચમાં રેકોર્ડ પોતાના નામે કર્યો છે. એટલે તેની પાસે તક છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનારો ખેલાડી બની જાય. તેના માટે સ્ટોક્સને માત્ર 8 જ સિક્સની જરૂર છે. અને તે પોતાની જ ટીમના કોચ બ્રેન્ડન મેક્યુલમને પાછળ છોડી દેશે.

 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ:

1.

બ્રેન્ડન મેક્યુલમ

102 ટેસ્ટ

107 સિક્સ

2.

એડમ ગિલિક્રિસ્ટ

96 ટેસ્ટ

100 સિક્સ

3.

બેન સ્ટોક્સ

82 ટેસ્ટ

100 સિક્સ

4.

ક્રિસ ગેલ

103 ટેસ્ટ

98 સિક્સ

5.

જેક્સ કાલિસ

166 ટેસ્ટ

97 સિક્સ

 

ટેસ્ટમાં સૌથી વધારે સિક્સ   (ભારતીય)

1.    વીરેન્દ્ર સેહવાગ  - 104 ટેસ્ટ, 91 સિક્સ

2.    મહેન્દ્રસિંહ ધોની  - 90 ટેસ્ટ, 78 સિક્સ

3.    સચિન તેંડુલકર – 200 ટેસ્ટ, 69 સિક્સ

 

ઉલ્લેખનીય છે કે બેન સ્ટોક્સની ગણતરી હાલના સમયમાં શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે. ટેસ્ટની વાત કરીએ તો તેના નામે 82 ટેસ્ટમાં 5255 રન છે. જેમાં 11 સદી છે. તે સિવાય બેન સ્ટોક્સના નામે ટેસ્ટમાં 177 વિકેટ છે.

adv

Related News

post
post
post
post
post
post
post