• Home
  • News
  • મોટેરા મેજિક રિટર્ન્સ:વર્લ્ડના બિગેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ મેચ માટે ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટીમ 18મીએ અમદાવાદ આવશે, હયાત રેજન્સીમાં રોકાશે; 24મીએ ડે-નાઈટ ટેસ્ટ
post

GCA દ્વારા દર્શકો માટે ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરાતા માત્ર ગણતરીના સમયમાં જ મોટાભાગની ટિકિટો વેચાઈ જવા પામી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 11:08:24

અમદાવાદમાં 6 વર્ષ પછી મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટની વાપસી થવા જઇ રહી છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતા નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં આગામી 24 ફેબ્રુઆરીએ સૌપ્રથમવાર ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઇન્ટરનેશનલ મેચ યોજાવા જઈ રહી છે. જેના કારણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ધમધમાટ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. જેને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા દર્શકો માટે ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મોટેરા સ્ટેડિયમ મેચ માટે તમામ સુવિધાઓથી સજ્જ
અમદાવાદના ક્રિકેટના ચાહકો લાંબા સમયથી આ ક્ષણની પ્રતિક્ષા કરી રહ્યા હતા. જેના પરિણામે ટિકિટનું વેચાણ શરૂ થતાના ગણતરીના સમયમાં જ મોટાભાગની ટિકિટો વેચાઈ જવા પામી છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા દર્શકોને પાર્કિંગની અસુવિધાઓ ન સર્જાય તે માટે ત્યાં સ્ટેડિયમની બાજુમાં જ બ્લોક લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે બન્ને ટીમો જે ગેટથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની છે, તેને પણ તમામ સુવિધાઓથી સજ્જ કરીને તૈયાર કરી દેવામાં આવ્યો છે.

બન્ને ટીમો હોટલ હયાત રેજન્સીમાં રોકાશે
કોરોના મહામારીના પગલે ક્રિકેટમાં પણ જાણે લોકડાઉન લાદી જવા પામ્યું હતું. અત્યારે અમદાવાદમાં રમાનારી ક્રિકેટની મેચમાં કોરોનાથી બચવા માટેની તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે વાતની ખાસ તકેદારી રાખવામાં આવશે. આ મેચ 24મી ફેબ્રુઆરીએ યોજાવવાની છે, જેના પગલે બન્ને ટીમો 18મી ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચી જશે. અહીંયા એરપોર્ટ પર જ બન્ને ટીમના ખેલાડીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે અને તેમના કોરોના ટેસ્ટ કર્યા પછી 6 દિવસ સુધી તમામ ખેલાડીઓને આશ્રમ રોડ પર આવેલી હયાત રેજન્સી હોટલમાં રાખવામાં આવશે.

હોટલના તમામ સ્ટાફ મેમ્બરો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરશે
આની પહેલા ખેલાડીઓને રહેવા માટે 2 હોટલોના નામ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ હયાત હોટલમાં બાયોબબલની વ્યવસ્થા મળી રહેતા તમામ ખેલાડીઓ ત્યાં રોકાણ કરશે. પરંતુ આની પહેલા બન્ને ટીમોને સિંધુભવન રોડ ઉપર આવેલી તાજ હોટલમાં રહેવા માટેની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તાજ હોટલ ખેલાડીઓને બાયોબબલની સુવિધા ઉપલબ્ધ કરાવી ન શક્યું, જેના પરિણામે તેને કેન્સલ કરવામાં આવી છે. ખેલાડીઓની સ્વાસ્થ્યની કાળજી અર્થે હયાત રેજન્સીએ કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોતાની હોટલના સિક્યુરિટી, શેફ, હાઉસ કીપર અને બેલ બોય સુધીના તમામ સ્ટાફને કોરોના અંગેની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપી દીધી છે.

6 વર્ષે મોટેરામાં ક્રિકેટની વાપસી
ભારત મોટેરા ખાતે છેલ્લે 6 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે રમ્યું હતું. એ વનડેમાં 275 રનનો પીછો કરતાં ભારતે 44.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રન બનાવી રનચેઝમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post