• Home
  • News
  • તુનિષા શર્માના બર્થડે પર માતાનું છલકાયું દર્દ:કહ્યું કે, હું તુનિષાનો બર્થડે તેના વગર જ સેલિબ્રેટ કરીશ અને કેક પણ કાપીશ
post

તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-04 18:00:55

આજે એટલે કે 4 જાન્યુઆરીના રોજ તુનિષાનો 21મો જન્મદિવસ છે, જો તે આજે આપણી વચ્ચે હોત તો ધૂમધામથી બર્થડે સેલિબ્રેટ કરી રહી હોત. આ ખાસ દિવસે તુનિષાની માતા વનિતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તે તુનિષા માટે સરપ્રાઈઝ બર્થડે પાર્ટી પ્લાન કરી રહી હતી. આ સાથે જ વનિતાએ કહ્યું હતું કે, તુનિષા ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તુનિષાનો બર્થડે સેલિબ્રેટ કરીશ અને કેક પણ કાપીશ.

મેં આજના દિવસ માટે ઘણા પ્લાન કર્યા હતા
તુનિષાની માતા વનિતાએ આજતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'જો આજે મારી દીકરી જીવતી હોત તો 21 વર્ષની હોત. મેં આજના દિવસ માટે ઘણાં પ્લાન કર્યા હતા. મેં વિચાર્યું હતું કે, આ વખતે તેના માટે હું થીમ કેક બનાવડાવીશ. મેં તુનિષા માટે સરપ્રાઈઝ બર્થડે પાર્ટીની પણ તૈયારી કરી હતી. આ પાર્ટીમાં હું તેમના મિત્રોને પણ બોલાવવાનું વિચારતી હતી. આજે તુનિષા ભલે આપણી સાથે ન હોય આમ છતાં પણ હું તુનિષાનો બર્થડે સેલિબ્રેટ કરીશ. તુનિષાની બેસ્ટ ફ્રેન્ડ રિતિકા પાસે જ હું કેક બનાવડાવીશ.'

લોકો તુનિષાને લઈને અનેક વાતો કરી રહ્યા છે
તુનિષાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, 'આજે લોકો તુનિષા વિશે નેગેટિવ વાતો કરી રહ્યા છે, કેટલાક કહે છે કે તુનિષા પ્રેગ્નન હતી, જ્યારે કેટલાક લોકો સંપત્તિ વિશે વાત કરે છે. લોકો ઉત્સાહથી આ સમાચાર વાંચે છે અને તુનિષા માટે પોતાનો અભિપ્રાય બનાવે છે.

ફરીથી ચંદીગઢ જવાનો પ્લાનિંગ કરી રહી છું
તુનિષાની માતા કહે છે કે, 'હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે તુનિષા હવે આપણી વચ્ચે નથી રહી. મને દરેક ક્ષણે લાગે છે કે તે આવશે અને મને મા કહીને ફરીથી બોલાવશે. હું મારી દીકરી માટે જ મુંબઈ આવી હતી અને હવે તે નથી રહી, હું મારા પિતા સાથે રહેવા માટે ચંદીગઢ પાછા જવાનું વિચારી રહી છું.

તુનિષાએ પહેલાં પણ આત્મહત્યાની કોશિશ કરી
તુનિષા તેના કો-સ્ટાર શિજાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. એક્ટ્રેસના મૃત્યુ બાદ પોલીસે શિજાનની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં પોલીસે દાવો કર્યો હતો કે, પૂછપરછ દરમિયાન શિજાને ઉંમર અને ધર્મના કારણે તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હોવાની કબૂલાત કરી હતી. તુનિષા પણ અલગ થવા માંગતી હતી. ઉપરાંત, શિજાને એ પણ ખુલાસો કર્યો હતો કે, તુનિષાએ અગાઉ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેણે તુનિષાને બચાવી હતી.

તુનિષાએ 24 ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ 'ફિતૂર'માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે 'અલીબાબા દાસ્તાને કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી.


આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તુનિષાએ નાની ઉંમરમાં ફિલ્મ તથા ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તુનિષાની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જેમાં મુંબઈના ભાયંદરમાં પોતાનો ફ્લેટ પણ સામેલ છે. હવે આ ફ્લેટ તુનિષાની માતા વનીતાને મળશે. તુનિષા પાસે લક્ઝુરિયસ કાર પણ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post