• Home
  • News
  • લોકડાઉનમાં પણ માલામાલ થયા અંબાણી:છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડની કમાણી કરી રહ્યા છે મુકેશ અંબાણી; હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં પ્રથમ સ્થાને
post

31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા અથવા તેથી વધુની સંપત્તિવાળા દેશના સૌથી ધનિક લોકોનું આ લિસ્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-30 12:02:43

મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ રહી છે. આ માહિતી હુરુન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે તેમના અહેવાલમાં જણાવી છે. આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. 31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ભારતના શ્રીમંત લોકો આ યાદીમાં સામેલ છે.

અંબાણી સતત 9મા વર્ષે પ્રથમ ક્રમે
આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. 2020 આવૃત્તિમાં 828 ભારતીયો સામેલ છે.

રિપોર્ટ અનુસાર, 63 વર્ષના અંબાણીએ માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોકડાઉન દરમિયાન દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

રેન્ક

બિઝનેસમેન

નેટવર્થ (કરોડ રૂપિયામાં)

કંપની

1

મુકેશ અંબાણી

6,58,400

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

2

હિન્દુજા બ્રધર્સ

1,43,700

હિન્દુજા

3

શિવ નાદર અને પરિવાર

1,41,700

HCL

4

ગૌતમ અદાણી અને પરિવાર

1,40,200

અદાણી

5

અજીજ પ્રેમજી

1,14,400

વિપ્રો

6

સાયરસ.એસ.પૂનાવાલા

94,300

સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા

7

રાધાકિશન દામાણીઅનેપરિવાર

87,200

એવેન્યૂ સુપરમાર્ટ્સ

8

ઉદય કોટક

87,000

કોટક મહિન્દ્રા બેન્ક

9

દિલીપ સંઘવી

84,000

સન ફાર્મા

10

સાયરસ પાલોનજી

76,000

શાપૂરજી પાલોનજી

10

શાપૂરજી પાલોનજી

76,000

શાપૂરજી પાલોનજી

અંબાણી પછી બીજા સ્થાને હિન્દુજા બ્રધર્સ

લંડનસ્થિત હિન્દુજા ભાઈઓ (એસપી હિન્દુજા, તેમના ત્રણ ભાઈઓ સાથે)એ 1,43,700 કરોડની સંપત્તિ સાથે બીજો ક્રમ મેળવ્યો છે. તેમની કુલ સંપત્તિ 1,43,700 કરોડ હોવાનું જણાવાયું છે. આ યાદીમાં ત્રીજા સ્થાને HCLના સ્થાપક શિવ નાદર છે, જેની સંપત્તિ 1,41,700 કરોડ રૂપિયા છે. એ પછી ચોથા ક્રમે ગૌતમ અદાણી અને પરિવાર અને પાંચમા સ્થાને અજિમ પ્રેમજી છે.

રાધાકિશન દામાણીને સ્થાન મળ્યું
એવન્યુ સુપરમાર્ટ્સના સ્થાપક રાધાકિશન દામાણી હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2020માં સાતમા ક્રમે છે. ટોપ 10ની યાદીમાં અન્ય નામોમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સાયરસ એસ. પૂનાવાલા, કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક, સન ફાર્માના દિલીપ સંઘવી અને શાપુરજી પાલનજી ગ્રુપના સાયરસ પાલનજી મિસ્ત્રી અને શાપુર પાલનજી મિસ્ત્રીનો સમાવેશ થાય છે.

ટોપ-10 ભારતીય અમીરોમાં 5 ગુજરાતી
IIFL
હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ ભારતીય અમીરોની જે યાદી બહાર પાડી છે તેમાં ટોપ-10 ભારતીય અમીરોમાં 5 ગુજરાતી છે. આમાં સૌથી ઉપર રિલાયન્સના મુકેશ અંબાણી છે. આ સિવાય આ યાદીમાં ગૌતમ અદાણી, અઝિમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવી પણ છે. ટોપ-10 રિચેસ્ટ ભારતીયોની કુલ સંપત્તિ રૂ. 17.02 લાખ કરોડ છે જેમાંથી 63.65% એટલે કે રૂ. 10.83 લાખ કરોડ ગુજરાતીઓની સંપત્તિ છે.

સૌથી ઓછી અને સૌથી વધુ વયના ઉદ્યોગપતિ
ઓયો રૂમ્સના રિતેશ અગ્રવાલ (26 વર્ષ) 4500 કરોડની સંપત્તિ સાથે સૌથી ઓછી વયની વ્યક્તિ છે. જ્યારે 5400 કરોડની સંપત્તિ સાથે એમડીએચના ધરમપાલ ગુલાટી (96 વર્ષ) યાદીમાં સૌથી વધુ વયની વ્યક્તિ છે.

સૌથી ધનિક મહિલા ઉદ્યોગપતિ
યાદીમાં 40 મહિલા સામેલ છે. જેમાં 10 સેલ્ફમેડ છે. 32400 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સ્મિતા વી કૃષ્ણા આ લિસ્ટમાં સૌથી ધનિક ભારતીય મહિલા છે. જ્યારે 31,600 કરોડની સંપત્તિ સાથે કિરણ શૉ મજુમદાર સૌથી ધનિક સેલ્ફમેડ મહિલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post