• Home
  • News
  • પંચતત્વમાં વિલીન મુલાયમ સિંહ:પુત્ર અખિલેશે આપી મુખાગ્નિ, નેતાજીના અંતિમસંસ્કાર પ્રથમ પત્નીના સ્મારક પાસે કરાયા
post

રાજનાથ-પવાર-ગેહલોત, અભિષેક-જયા બચ્ચન, અનિલ અંબાણી પણ હાજર રહ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-11 18:13:29

લખનઉ: સૈફઈમાં મુલાયમ સિંહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી. સૈફઈમાં પ્રથમ પત્નીના સ્મારક પાસે નેતાજીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. નેતાજીનો પાર્થિવદેહ પંચતત્ત્વમાં વિલીન થયો છે. નેતાજીનાં અંતિમ દર્શન માટે એક લાખથી વધુ લોકો પહોંચ્યા હતા.

રાજનાથ સિંહ, અનિલ અંબાણી, અભિષેક બચ્ચન સહિત અનેક દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી
અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ અંતિમસંસ્કારમાં પહોંચ્યા હતા. રક્ષામંત્રી રાજનાથે પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ હાજર રહ્યા હતા. સૈફઈમાં મેળાના મેદાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મુલાયમના પુત્ર અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મંત્રોચ્ચાર સાથે વૈદિક રીતે પાર્થિવદેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. અખિલેશે પાર્થિવદેહને મુખાગ્નિ આપી હતી.

નેતાજી અમર રહેના નારાથી ગુંજી ઊઠ્યું સૈફઈ
સૈફઈમાં લોકો નેતાજીની એક ઝલક મેળવવા આતુર હતા. લોકો ઝાડ પર ચડીને નેતાજી અમર રહેના નારા લગાવી રહ્યા છે. સૈફઈ નેતાજી અમર રહેના નારાથી ગુંજી ઊઠ્યું હતું. સપાના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા માટે સૈફઈ પહોંચ્યા હતા. આ સિવાય શરદ પવાર, સુપ્રિયા સુલે પણ મુલાયમને વિદાય આપવા માટે અંતિમસંસ્કારમાં હાજર રહ્યા હતા.

વરુણ ગાંધી અને જયંત ચૌધરીએ શ્રદ્ધાંજલિ આપી
રામ ગોપાલ, શિવપાલ યાદવ, રામગોવિંદ ચૌધરી, સ્વામી પ્રસાદ મૌર્ય, સુબ્રત રોય સહારાએ મુલાયમ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય બીજેપી સાંસદ વરુણ ગાંધી અને આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરીએ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાકેશ ટિકૈતે પણ મુલાયમ સિંહ યાદવનાં અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી હતી
બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ સૈફઈ પહોંચી ગયા હતા. તેમણે નેતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તરફ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post