• Home
  • News
  • મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર આવતીકાલે સૈફઈમાં કરવામાં આવશે, UPમાં 3 દિવસનો રાજકીય શોક
post

ગૃહમંત્રી અમિત શાહ મુલાયમ સિંહ યાદવને અંતિમ વિદાય આપવા માટે મેદાંતા પહોંચ્યા હતા અને તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-10 18:58:29

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને કદાવર નેતા તથા 'નેતાજી'ના હુલામણા નામથી જાણીતા બનેલા મુલાયમ સિંહ યાદવનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. 

મુલાયમ સિંહનો પાર્થિવ દેહ મેદાંતા હોસ્પિટલથી સીધો સૈફઈ લઈ જવામાં આવશે. અંતિમ દર્શન માટે આજે તેમનો મૃતદેહ તેમના સૈફઈ આવાસ પર રાખવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ મુલાયમ સિંહ યાદવને અંતિમ વિદાય આપવા માટે મેદાંતા પહોંચ્યા હતા અને તેમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મુલાયમ સિંહના નિધનને સંઘર્ષશીલ યુગનો અંત ગણાવ્યો હતો. તેની સાથે જ યુપી સરકારે દિગ્ગજ રાજનેતાના નિધન પર ત્રણ દિવસના રાજ્ય શોકની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે, તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર સૈફઈમાં કરવામાં આવશે

સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવના કાર્યાલયે પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પરથી ટ્વિટ કરીને કહ્યું છે કે, નેતાજીના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશમાં તેમના પૈતૃક ગામ સૈફઈમાં કરવામાં આવશે.

દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનને દેશ માટે એક અપુરતી ખોટ ગણાવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને કહ્યું કે, મુલાયમ સિંહ યાદવનું નિધન રાષ્ટ્ર માટે અપુરતી ખોટ છે. સાધારણ પરિવારમાંથી આવેલા મુલાયમ સિંહ યાદવજીની ઉપલબ્ધીઓ અસાધારણ હતી. ધરતી પુત્ર મુલાયમજી જમીનથી જોડાયેલા દિગ્ગજ નેતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post