• Home
  • News
  • જાપાનના ક્રૂઝથી મુંબઈની સોનાલીએ સરકારને મદદ માટે અપીલ કરી, ચીનમાં એક દિવસમાં 242 લોકોના મોત
post

ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા 1365 થઈ, એક દિવસમાં 16 હજારથી વધારે ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 11:12:51

બેઈજિંગજાપાનના યોકોહામા પોર્ટ પર ફસાયેલા ડાયમંડ પ્રિસંજે ક્રૂઝ પર કોરોના વાઈરસના કુલ કેસ 175 થઈ ગયા છે. જહાજ પર આવેલા ભારતીય સુરક્ષા અધિકારીઓએ બુધવારે ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે. ચીનમાં કોરોના વાઈરસના કારણે એક દિવસમાં મૃતકોની સંખ્યા 242 થઈ ગઈ છે અને અત્યાર સુધી કુલ મોતનો આંક 1365 થયો છે. જ્યારે 59 હજારથી વધારે લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે.

જાપાનમાં ક્રૂઝ 3 ફેબ્રુઆરીથી ક્વારૈંટાઈન છે. ભારતીય સુરક્ષા અધિકારી 24 વર્ષની સોનાલી ઠાકુર મુળ મુંબઈની છે. એક ન્યૂઝ ચેનલ દ્વારા વીડિયો જાહેર કરીને તેણે ભારત સરકારને મદદ કરવાની અપીલ કરી છે. સોનાલીએ કહ્યું છે કે, ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમને ડર છે કે, અમે પણ તેના ઝપાટામાં આવી જઈએ. અમે ઘરે પરત આવવા માંગીએ છીએ.

સરકાર કોરના વાઈરસના જોખમને ગંભીરતાથી નથી લઈ રહી- રાહુલ ગાંધી
પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાઈરસ મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કર્યું હતુ કે, કોરોના વાઈરસ આપણા દેશના લોકો અને અર્થવ્યવસ્થા માટે એક ગંભીર જોખમ છે. મારી સમજણ પ્રમાણે સરકાર જોખમને ગંભીરતાથી નથી લઈ રહી. બીજી બાજુ આંધ્ર પ્રદેશમાં એક 50 વર્ષના આધેડે કોરોના વાઈરસના ઈન્ફેક્શનની શંકા પછી આત્મ હત્યા કરી લીધી છે. તેમની સારવાર કરતા ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે તેમને વાઈરલ ઈન્ફેક્શન હતું, તેમનામાં કોરોના વાઈરસના કોઈ લક્ષણ દેખાયા નથી. તેમના સંબંધીઓએ જણાવ્યું કે, તેમણે તેમની પત્ની અને બાળકોને ઈન્ફેક્શનથી બચાવવા માટે આત્મ હત્યા કરી હતી.

બુધવારે 2 ભારતીયોને ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો
ડાયમંડ પ્રિંસેજ ક્રૂઝ પર બુધવારે બે ભારતીયોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બુધવારે જાપાનમાં ભારતીય એમ્બેસેડર દ્વારા માહિતી આપવામાં આવી છે. એમ્બેસેડરે જણાવ્યું કે, યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સહિત 160 ભારતીયો જહાજ પર છે. જાપાનમાં વાઈરસ ફેલાય તે માટે ક્રૂઝને 19 ફેબ્રુઆરી સુધી પોર્ટ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિપમાં કુલ 3711 લોકો છે. ક્રૂઝ પર જ્યારથી એક યાત્રીમાં કોરોના વાઈરસનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે ત્યારથી ક્રૂઝને અહીં રોકી રાખવામાં આવ્યું છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post