• Home
  • News
  • WPL ફાઈનલમાં મુંબઈ દિલ્હી સામે ટકરાશે:ઇસાબેલ વોંગે ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી, નેતાલી સિવરનું ઓલરાઉન્ડ પ્રદર્શન
post

નેતાલી સીવર બ્રન્ટે ધમાકેદાર બેટિંગ કરતા 38 બોલમાં 72* રન ફટકાર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:30:46

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે ટૂર્નામેન્ટની પહેલી નોકઆઉટ મેચ રમાશે. મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ ગઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 72 રનથી જીતી લીધી હતી. મુંબઈએ વોરિયર્સને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે યુપી વોરિયર્સ 17.4 ઓવરમાં 110 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી ઇસાબેલ વોંગે હેટ્રિલ લીધી હતી. તેણે જ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. સાઇકા ઈશાકને 2 વિકેટ મળી હતી. તો નેતાલી સીવર બ્રન્ટ, હેલી મેથ્યૂઝ અને જિંતીમની કલિતાને 1-1 વિકેટ મળી હતી. નેતાલી સીવરે ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું. તેણે પહેલી ઇનિંગમાં 72* રન બનાવ્યા હતા. આ જીતની સાથે જ મુંબઈ ફાઈનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેમનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. ફાઈનલ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે

WPLની પ્રથમ હેટ્રિક વોંગના નામે
મુંબઈની ઇસાબેલ વોંગે વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ હેટ્રિક લીધી હતી. તેણે 13મી ઓવરના બીજા બોલ પર કિરણ નવગીરેને કેચ આઉટ કરાવી હતી. ત્યારબાદ ત્રીજા બોલ પર સિમરન શેખ અને ચોથા બોલ પર સોફી એક્લેસ્ટોન બોલ્ડ કરી હતી. વોંગે પાવરપ્લેમાં એલિસા હીલીને પેવેલિયન મોકલી હતી. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 4 વિકેટ લઈને પોતાના સ્પેલનો અંત કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગ...
મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 182 રન બનાવ્યા હતા. એક તબક્કે 150 પણ પાર કરી તેવી સ્થિતિમાં નહોતી. તેવામાં નેતાલી સીવર બ્રન્ટે ધમાકેદાર બેટિંગ કરતા 38 બોલમાં 72* રન ફટકાર્યા હતા. આ પછી સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર અમીલિયા કેર હતી, તેણે 29 રન બનાવ્યા હતા. યુપી વોરિયર્સ તરફથી સોફી એક્લેસ્ટને 2 વિકેટ લીધી હતી, જ્યારે અંજલી સર્વની અને પાર્શ્વી ચોપરાને 1-1 વિકેટ મળી હતી. 

adv

Related News

post
post
post
post
post
post
post