• Home
  • News
  • દિલ્હીમાં પ્રદૂષણ કરતા ભારતીય બોલર્સનો સામનો કરવાની ચિંતા વધુ હતી- મુશફિકરે
post

દિલ્હીમાં પ્રદૂષણ કરતા ભારતીય બોલર્સનો સામનો કરવાની ચિંતા વધુ હતી- મુશફિકરે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-04 12:39:31

બાંગ્લાદેશે ભારતને ત્રણ T-20 સિરીઝની પ્રથમ મેચમાં 7 વિકેટથી હરાવ્યું હતું. આ મેચ રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયું છે, જેને લીધે હેલ્થ ઈમર્જન્સી લગાવવામાં આવી હતી. ટી-20 જીત્યા પછી મેન ઓફ ધ મેચ મુશફિકર રહિમે કહ્યું હતું કે અહીં મારા માટે પ્રદૂષણ એ ખાસ મુદ્દો ન હતો. મને પ્રદૂષણથી વધારે હરિફ(ભારતીય) બોલર્સનો કેવી રીતે સામનો કરવો તેની ચિંતા હતી. મુશફિકરે કહ્યું હતું કે અમે પરિસ્થિતિની ચિંતા કર્યા વગર મેચ રમ્યા. જ્યારથી અમે ભારતના પ્રવાસ પર આવ્યા છીએ, અમે આ પ્રકારની મોસમનો સામનો કર્યો છે. આ જ કારણ છે કે અમે મેચમાં સારું પ્રદર્શન કર્યું. ભારતને ઘરઆંગણે હરાવવું તેનાથી વિશેષ કંઈ પણ સારી બાબત હોઈ શકે નહીં. તે મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. મેચમાં સૌમ્ય અને મારી વચ્ચે ઘણો સારો તાલમેલ જોવા મળ્યો હતો.

T-20 માં ભારતીય ટીમે બાંગ્લાદેશને 149 રન લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમે 19.30 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 154 રન કરી મેચ જીતી લીધી હતી. આ મેચમાં મુશફિકર રહિમે સૌથી વધારે 60 અને સૌમ્ય સરકારે 39 રન બનાવ્યા હતા. સરકાર- રહીમ વચ્ચે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 60 રન થયા હતા. BCCI ના જણાવ્યા પ્રમાણે નવનિયુક્ત અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હવાના પ્રદૂષણને અતી ગંભીર સ્થિતિ વચ્ચે મેચ રમવા અને શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ બન્ને ટીમને અભિનંદન આપ્યા હતા.