• Home
  • News
  • ટેક્સાસમાં નવું શહેર વસાવશે મસ્ક, અહીં સ્પેસ પ્રોજેક્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપી વિકસાવશે
post

બોકા ચિકા ગામમાં 2014થી સ્ટારશિપ રોકેટ ડેવલોપ કરી રહી છે સ્પેસએક્સ

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 10:49:12

સર્જનાત્મકતા માટે જાણીતા અને વિશ્વના બીજા નંબરના ધનિક ઉદ્યોગ સાહસિક એલન મસ્ક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમના સ્પેસ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા તે અમેરિકાના ટેક્સાસમાં એક નવું શહેર વસાવવા પ્રયાસ કરી રહ્યા છે. જો આ યોજના સફળ થશે તો સ્ટાબેઝ નામનું શહેર તે જ વિસ્તારમાં વસાવવામાં આવશે. જ્યાં તેમની કંપની સ્પેસએક્સની લોન્ચિંગ સુવિધા છે. મસ્કે મંગળવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત જણાવ્યુ હતુ કે, અમે ટેક્સાસમાં સિટી ઓફ સ્ટારબેઝ બનાવી રહ્યા છીએ.

સ્પેસએક્સની સુવિધા ટેક્સાસના બોકા ચિકા ગામમાં છે, પરંતુ મસ્કનો હેતુ સ્ટારબેઝને આ ગામ સુધી સીમિત કરવાનો નથી. તેમણે કહ્યું હતુ કે, નવા શહેરનો વિસ્તાર ઘણો મોટો હશે. સ્પેસએક્સ 2014થી આ ગામમાં સ્ટાર્સશીપ રોકેટ વિકસાવી રહ્યું છે. ઘણા પ્રોટોટાઇપ પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે. બોકા ચિકા કેમેરોન કાઉન્ટીમાં છે, જ્યાં ન્યાયાધીશની કચેરીએ આ અંગે ખાતરી આપી છે કે, મસ્ક એક નવું શહેર બનાવવાની યોજના ધરાવે છે. આ કચેરીમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં, છેલ્લા કેટલાક દિવસોમાં સ્પેસએક્સના અધિકારીઓ દ્વારા અવારનવાર અમારો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

અહેવાલ મુજબ, એલન મસ્ક બોકા ચિકા વિલેજને સ્ટારબેઝ શહેરમાં સમાવિષ્ટ કરવા માંગે છે. કેમેરોન કાઉન્ટીની કમિશનર કોર્ટે મસ્કની યોજનાની જાણકારી આપી હતી. જો કે, સ્ટારબેઝ સિટી હજી બનાવવામાં આવ્યું નથી.

તેના માટે કોઈ કામગીરી શરૂ થઈ નથી, કારણ કે તેના માટે મસ્કે સ્થાનિક અધિકારીઓ પાસેથી ઔપચારિક અરજી કરવી પડશે, જે તેમણે હજી સુધી કરી નથી. કેમરન કાઉન્ટીના ન્યાયાધીશ એડી ટ્રેવિનો જુનિયરએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેમેરોન કાઉન્ટી કાયદાકીય જોગવાઈઓના આધારે અરજી પર વિચાર કરશે.

સ્પેસએક્સ ક્રૂ મિશનની સફળતા માટે ગામ વસાવશે
સ્પેસએક્સ સ્ટારશિપ-સુપર હેવી નામની એક વિશાળ સ્ટીલ લોન્ચિંગ સિસ્ટમ બનાવી રહ્યું છે. મસ્કની કંપની તેની સહાયથી ચંદ્ર અને મંગળ પર ક્રૂ મિશન મોકલવા માંગે છે. આ માટે મોટા પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સની જરૂર પડશે. એવું માનવામાં આવે છે કે. મસ્કની આખુ નવુ શહેર વિકસાવવાની યોજના આ જરૂરિયાતને પૂર્ણ કરશે. બોકા ચિકામાં વીજ પુરવઠો પર્યાપ્ત છે, પરંતુ જાહેર પાણીની વ્યવસ્થા નથી. જાન્યુઆરીમાં એક રિપોર્ટ આવ્યો હતો કે, સ્પેસએક્સ બોકા ચિકામાં નેચરલ ગેસના પાંચ કુવા ખોદવા માંગે છે અને સાથે સાથે ગેસ સંચાલિત પાવર પ્લાન્ટ સ્થાપવા માંગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post