• Home
  • News
  • મારા પિતાજી મોદી-યોગીનો કરે છે જાપ: કંગનાએ રાજકરણમાં એન્ટ્રીના આપ્યા સંકેત
post

કંગનાનો પરિવાર કોંગ્રેસનો સમર્થક રહ્યો છે. કંગનાએ કહ્યું કે, 2014માં મોદીજીના આગમન બાદ મારા પરિવારમાં અચાનક પરિવર્તન આવ્યું હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 19:14:23

નવી મુંબઇ: હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિશે છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, તે પોલિટીક્સમાં એન્ટર થઇ શકે છે. કંગના થોડા સમય પહેલા રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પણ મળી હતી. 

એક ચેનલના કાર્યક્રમમાં પહોંચેલી કંગના રનૌતે કહ્યું હતુ, તે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવવા તૈયાર છે. જ્યારે કંગનાએ વાતચીતમાં વડાપ્રધાન મોદીના વખાણ કર્યા તો તેણે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. 

રાજનીતિમાં જોડાવાના પ્રશ્ન પર અભિનેત્રીએ કહ્યું, 'જેમ પણ પરિસ્થિતિ હશે, સરકાર ઇચ્છે છે તો હું મારી ભાગીદારી માટે તૈયાર છું.  જો હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાનો મોકો આપે. ચોક્કસ તે નસીબની બાબત હશે. 

નરેન્દ્ર મોદીનું સમર્થન કરતાં કંગના કહે છે, 'હિમાચલ અત્યારે રો છે. આપણું ભવિષ્ય કેવું હોવું જોઈએ તેનો વિચાર હમણાં જ શરૂ થયો છે. 2014 પછી દેશમાં જે ચેતનાનો સંચાર થયો હતો તે પછી હવે લોકોને લાગે છે કે, તેઓ દેશનો કાયમી હિસ્સો છે. મારા વિશે અલગ-અલગ પ્રકારની અફવાઓ પણ ફેલાઈ હતી કે, તેઓ કાળો જાદુ કરે છે, તેઓ કાચું માંસ ખાય છે, તેઓ ભોજન નથી બનાવતા. કોલેજના દિવસોમાં મારા નોર્થ ઈસ્ટ મિત્રને પણ આનો સામનો કરવો પડ્યો હતો. ભલે હવે લોકોમાં સભાનતા આવી છે પરંતુ હવે વધુ જાગૃતિની જરૂર છે.

કંગનાનો પરિવાર કોંગ્રેસનો સમર્થક રહ્યો છે. કંગનાએ કહ્યું કે, 2014માં મોદીજીના આગમન બાદ મારા પરિવારમાં અચાનક પરિવર્તન આવ્યું હતુ અને મારા પિતાએ મને પહેલીવાર મોદીજી વિશે કહ્યું અને 2014માં અમે સત્તાવાર રીતે ભાજપમાં રૂપાંતર કર્યું. કંગનાનું કહેવુ છે કે,કંગનાના પિતા સવારે ઉઠીને જય મોદીજી અને સાંજે સૂતી વખતે જય યોગી જી કહેતા હતા. તેઓ સંપૂર્ણપણે ભાજપમાં કન્વર્ટ થઇ ગયા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post