• Home
  • News
  • નડિયાદના શિક્ષકે ડિપ્રેશનમાં આપઘાત કર્યો
post

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર રહેતા શિક્ષકે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-29 11:52:14

નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર રહેતા શિક્ષકે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં શિક્ષકે ડિપ્રેશનને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમછતાં પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 3 બહેનોના એકના એક ભાઇએ ભરેલા અંતિમ પગલાંને લઇને પરિવારજનો ભાંગી પડ્યા. કરૂણ આક્રંદથી વાતાવરણમાં ગમગીની વ્યાપી હતી.


નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિ સોસાયટીમાં રહેતા ચિરાગભાઇ પરષોત્તમભાઇ પટેલ (ઉ.વ.42) એ ગુરૂવારે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે રસ્સીથી ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ફતેપુરાની રાંધરી પ્રાથમિક શાળામાં પત્ની મિનાક્ષી અને ચિરાગભાઇ સાથેજ ફરજ બજાવતા હોવાથી, જોડે જ અવરજવર કરતાં હતા. ગુરૂવારે અંગત કામ પતાવવાના હોવાથી ચિરાગભાઇએ શાળામાં રજા લીધી હતી. બપોરના સમયે ચિરાગભાઇ પોતાની પત્નીને ઉતારવા માટે શાળાએ ગયા હતા અને ત્યાંથી તેમના કામ પતાવવા માટે નીકળ્યા હતા. બપોરના સમયે તેઓ ઘરે પરત આવ્યા હતા. આ સમયે ઘરમાં તેમના માતા મધુબેન હાજર હતા. ચિરાગભાઇ ઘરે આવતાં મધુબેન પાડોશીના ઘરે બેસવા ગયા હતા. આ સમય દરમિયાન ચિરાગભાઇ ઘરમાં એકલાં હોવાથી તેમણે અંદરની રૂમમાં ટેબલ ઉપર ચઢીને, રસ્સી બાંધી અને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. માતા પરત આવતાં તેમણે પુત્રને આ સ્થિતીમાં જોતાં તેઓ ગભરાઇ ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

ચિરાગભાઇને ઓળખતાં મિત્રોએ જણાવ્યું કે, તેમનો સ્વભાવ ખૂબજ સંવેદનશીલ હતો અને તેઓ નાની નાની વાતમાં ચિંતામાં મૂકાઇ જતાં હતા. મિત્રો તેમને ઘણીવાર સમજાવતા હતા, પરંતુ તેઓનો ચિંતા કરવાનો સ્વભાવ યથાવત રહ્યો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post