• Home
  • News
  • અમિતાભ બચ્ચનની ‘ઝુંડ’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, 21 જાન્યુઆરીએ ટીઝર આવશે
post

નાગરાજ મંજુલેની આ ફિલ્મ સ્લમ સોકર ફાઉન્ડર વિજય બરસેના જીવન પર આધારિત છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 11:28:57

મુંબઈઃ અમિતાભ બચ્ચનની ફિલ્મઝુંડનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર આવતીકાલે (21 જાન્યુઆરી) રિલીઝ કરવામાં આવશે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં ફિલ્મનું પહેલું પોસ્ટર શૅર કર્યું છે.


અમિતાભ બચ્ચન બ્લૂ કપડાંમાં જોવા મળ્યાં

પોસ્ટરમાં અમિતાભ બચ્ચનની પીઠ દેખાય છે અને તેઓ જ્યાં જોઈ રહ્યાં છે, ત્યાં સ્લમ વિસ્તાર છે. તેમણે બ્લૂ રંગના કપડાં પહેર્યાં છે. અને તેમની આગળ લાલ તથા સફેદ રંગનો ફૂટબોલ છે.

 

સ્લમ સોકરના જીવન પર આધારિત

નાગરાજ મંજુલેની ફિલ્મ સ્લમ સોકર ફાઉન્ડર વિજય બરસેના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચને પ્રોફેસરનો રોલ પ્લે કર્યો છે અને તેઓ સ્લમ એરિયાના બાળકોને ફૂટબોલ શીખવે છે અને તેની ટીમ બનાવે છે.

નાગરાજ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરશે
નાગરાજ મરાઠી ફિલ્મસૈરાટથી લોકપ્રિય થયા હતાં. ‘ઝુંડથી તેઓ બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. તેઓ પહેલી વાર અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યાં છે. ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કેટલાંક કારણોસર ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં. ફિલ્મને કૃષ્ણ કુમાર તથા ભૂષણ કુમારે પ્રોડ્યૂસ કરી છે.

નાગપુરમાં શૂટિંગ થયું
ફિલ્મનું શૂટિંગ નાગપુરમાં કરવામાં આવ્યું છે. ‘ઝુંડના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન અવાર-નવાર સેટ પરની તસવીરો શૅર કરતા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post