• Home
  • News
  • નજીબ રજાક ભ્રષ્ટાચારના સાત કેસમાં અપરાધી જાહેર, અબજો ડોલરના કૌભાંડના લીધે 2018માં સત્તા ગુમાવી હતી
post

7માંથી 5 કેસ મલેશિયા ડેવલપમેન્ટ બરહાદ સ્ટેટ ફંડના અબજો ડોલરની ચોરી સાથે સંકળાયેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 12:07:59

ક્વાલાલુમ્પુર: મલેશિયાના પૂર્વ વડાપ્રધાન નજીબ રજાક ભ્રષ્ટાચાર સહિત 7 કેસમાં અપરાધી જાહેર થયા છે. તેમાં મલેશિયા ડેવલપમેન્ટ બરહાદ સ્ટેટ ફન્ડ ફ્રોડ સૌથી મોટો કેસ છે. તેમાં અબજો ડોલર રોકાણના નામે વસૂલવામા આવ્યા હતા. બાકી પાંચ કેસ પણ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા છે. મલેશિયાના સમાચારપત્ર ન્યૂ સ્ટેટ્સ ટાઇમ્સ પ્રમાણે- હાઇકોર્ટના જજ મોહમ્મદ ગજાલીએ બે કલાક સુધી ચૂકાદો વાંચ્યો. કહ્યું- હું આરોપીને દોષી માનું છું. નજીબે સત્તાનો દૂરૂપયોગ કર્યો. બધા કેસમાં તેઓ દોષી છે.

94 દિવસ સુધી ટ્રાયલ ચાલી
કુલ 94 દિવસ સુધી સુનાવણી થઇ. જજ દરેક કેસમાં અલગ અલગ સજા સંભળાવી શકે છે. જો આ રીતે ચૂકાદો અપાશે તો તેમના માટે જેલની બહાર આવવું મુશ્કેલ બની જશે. ત્રણ કેસમાં 20-20 અને એક કેસમાં 15 વર્ષની સજા નક્કી માનવામા આવે છે. જોકે નજીબ પાસે હજુ સુપ્રીમ કોર્ટ જવાનો માર્ગ છે. પરંતુ હાઇકોર્ટના ચૂકાદા બાદ જામીન મળવું મુશ્કેલ બનશે. દંડ પણ લાગશે. ચૂકાદો સાંભળ્યા બાદ 67 વર્ષીય નજીબ શાંત હતા. સોમવારે રાત્રે તેમણે ફેસબુક પર લખ્યું હતું- અંત સુધી લડવા માટે તૈયાર છું. આ એક રાજકીય ષડયંત્ર છે.

2018માં સત્તા ગુમાવી
મે 2018માં સત્તા ગુમાવ્યા બાદ નજીબ પર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, ગુનાહિત કાવતરા અને સત્તાના દૂરૂપયોગના આરોપ લાગ્યા. અબજો ડોલરના ભ્રષ્ટાચારના આરોપના લીધે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. સજાના ડરથી તેમણે મહાતિર મોહમ્મદની પાર્ટી સાથે સમજૂતિ પણ કરી હતી. પરંતુ મહાતિર પોતે સત્તા બચાવી શક્યા નહીં. હવે મુઇનુદ્દીન વડાપ્રધાન છે. તેમની સરકારે આ કેસને ઝડપથી પૂરો કરવા માટે અરજી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post