• Home
  • News
  • ટ્રમ્પના કાર્યક્રમમાં IAS-IPS અધિકારી એન્ટિ ગ્લેર ચશ્માં કે ગોગલ્સ નહીં પહેરી શકે, બ્લેઝર,બંધ ગળાનો સૂટ ફરજિયાત
post

સૈન્યની ત્રણેય પાંખના વડા ગાર્ડ ઓફ ઓનરમાં હાજર રહેશે, 52 સેકન્ડનું રાષ્ટ્રગીત 26 સેકન્ડમાં બ્યૂગલથી વગાડાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-19 09:37:17

અમદાવાદ: અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમેરિકાથી સીધા અમદાવાદ આવશે. જેથી તેમને ગાર્ડ ઓફ ઓનર અહીં આપવામાં આવશે. કોઈ પણ મહાનુભવો આવવાના હોય ત્યારે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પ્રોટોકોલનું પાલન કરવાનું હોય છે. જેના ભાગરૂપે પ્રોટોકોલમાં આવતા તમામ આઈએએસ અધિકારીઓએ એન્ટીગ્લેર ગ્લાસવાળા ચશ્માં પહેરવા પર મનાઈ ફરમાવી છે. માત્ર સાદા ગ્લાસ વાળા ચશ્માં પહેરવાના રહેશે. ગોગ્લસ પણ પહેરી શકશે નહીં. આ ઉપરાંત દરેક અધિકારીએ બંધ ગળાનો સૂટ પહેરવો પડશે. કલીન શેવ હોવું જરૂરી છે. કોઈ પણ અધિકારી ટી-શર્ટ પણ પહેરી શકશે નહીં.


વડાપ્રધાન મોદી જાતે પણ ટ્રમ્પને રિસિવ કરવા જાય તેવી શક્યતા
ટ્રમ્પના ગાર્ડ ઓફ ઓનર માટે આર્મી, નેવી અને એરફોર્સ એમ ત્રણેય પાંખના વડા હાજર રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય વિદેશ પ્રધાન તથા કેન્દ્રીય પ્રોટોકોલ અધિકારી પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી જાતે પણ ટ્રમ્પને રિસિવ કરવા જઈ શકે તેવી સંભાવના છે. તેઓ આવ્યા બાદ 52 સેકન્ડનું રાષ્ટ્રગીત 26 સેકન્ડમાં બ્યૂગલથી વગાડવામાં આવશે. અને ત્યારબાદ ટ્રમ્પને પરેડ બતાવવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર આપ્યા પછી તેઓ ગુજસેઈલ તરફ જશે અને ત્યાંથી તેઓ રોડ-શો તરફ પ્રયાણ કરશે. એક અહેવાલ મુજબ 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પનું સ્વાગત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ અગાઉ એટલે કે 23 ફેબ્રુઆરીએ સાંજે અમદાવાદ આવે તેવી શક્યતા છે. જો કે, મોદીની આ મુલાકાત અંગે સ્પષ્ટ કરાઈ નથી.


રોડ શો બપોરે 12થી, સ્ટેડિયમમાં ટ્રમ્પ, મોદી ખુલ્લી જીપમાં ફરે તેવી શક્યતા
એરપોર્ટથી બપોરે 12 વાગ્યે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થશે. અહીંથી કાફલો ગાંધી આશ્રમ તરફ જશે. આશ્રમમાં 20 મિનિટ રોકાયા બાદ ફરીથી તે જ રૂટ પરથી રોડ શો આગળ વધશે. ઈન્દિરા બ્રિજથી કોટેશ્વર તરફ જતાં રોડ પર થઈને ટ્રમ્પ બપોરેે 1.15 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. સ્ટેડિયમમાં બંને નેતા ખુલ્લી જીપમાં ફરે તેવી શક્યતા છે.


મોદીને રિસિવ કરતી વખતે ગોગલ્સ પહેરનારા કલેકટરની બદલી થઈ હતી
થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત્તીસગઢ ગયા હતા ત્યારે ત્યાંના કલેકટર તેમને રિસિવ કરવા માટે ગયા ત્યારે ગોગલ્સ પહેરીને ગયા હતા. આ પછી તેમની બદલી કરી દેવામાં આવી હતી. આ મુદ્દો હાલમાં ટ્રમ્પની વિઝિટને લઈને સ્થાનિક અધિકારીઓમાં પણ ચર્ચાસ્પદ બન્યો હતો અને એકબીજાને પ્રોટોકોલનો ભંગ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવા ચેતવ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post