• Home
  • News
  • સુરતના સચિનમાં ઘરઆંગણે રમી રહેલી ચાર વર્ષની બાળકીને ઉઠાવી જઈ નરાધમનો બળાત્કાર
post

પોલીસની 10 ટીમોએ શોધખોળ કરતાં 5 કલાક બાદ બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-13 10:18:35

સચિન GIDCમાં મંગળવારે ઘર પાસેથી રમતા રમતા ગાયબ થયેલી ચાર વર્ષીય બાળકીને સચિન, સચિન જીઆઇડીસી અને ક્રાઇમબ્રાંચે 10 ટીમો બનાવીને 5 કલાકના અંતે રામેશ્વર કોલોની પાસેથી ઝાડી ઝાંખરામાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી હતી. સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી બાળકીનું તબીબી પરિક્ષણ કરાતા તેના ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઇજાના નિશાન મળ્યા હતા. બાળકીને બ્લિડિંગ થતું હોવાને કારણે તેની સાથે બળાત્કાર થયાંનું સામે આવ્યું છે. પોલીસે નજીકના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો.

સચિન GIDCના શ્રમ વિસ્તારની 4 વર્ષની બાળકી બે બાળકો સાથે રમતા રમતા ઘરથી દૂર જતી રહી હતી. ઘરે પરત ન ફરતા માતાએ શોધખોળ કરતાં બે બાળકોએ કહ્યું હતું કે, બાળકીને એક અંકલ લઈ ગયા છે. માતાએ બપોરે દોઢ ક્લાકે સચિન GIDC પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે અપહરણ કરાયેલા એરિયાના સીસીટીવીની તપાસ કરતાં જેમાં એક વ્યકિત બાળકીને લઈ જતો દેખાયો છે.

મોડી સાંજે બાળકી સચિન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ પાસે ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીને તાત્કાલિક સિવિલમાં ખસેડી હતી. બાળકીની મેડિકલ પરિક્ષણમાં ગળા અને પ્રાઇવેટ પાર્ટમાં ઈજાના નિશાનો મળ્યા હતા. બ્લિડિંગના પગલે તેના પર રેપ થયાંનું બહાર આવ્યું હતું. હાલ બાળકીની તબિયત સુધારા પર છે.

માતા બિમાર હતી-બાળકીના પિતા
પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, પત્નીની તબિયત ખરાબ હોવાથી હું મંગળવારની સવારે નાસ્તો બનાવી રહ્યો હતો.બે માસુમ દીકરીઓ પૈકી એક મોટી એટલે કે 4 વર્ષની દીકરી ઘર આંગણે રમી રહી હતી. થોડીવાર બાદ દીકરી અચાનક ગુમ તંગી જતા શોધખોળ હાથ ધરી હતી.લગભગ 7 કલાક બાદ એટલે કે, સાંજે 4:30 વાગે દીકરી ચુંથાયેલી હાલતમાં ઘરથી 3 કિલો મીટર દૂર જંગલમાંથી પોલીસ અને દીકરીની માતાને મળી આવતા તાત્કાલિક પોલીસ ચોકીમાં લઈ ગયાં હતા.

adv

Related News

post
post
post
post
post
post
post