• Home
  • News
  • મોટી-મોટી હાંકનારા નવજોત સિંહ સિદ્ધુ ઘરભેગા!:રાજીનામું આપતા કહ્યું- સોનિયા ગાંધીનાં કહેવાથી પંજાબ કોંગ્રેસ ચીફનું પદ છોડ્યું
post

પાર્ટીના સીનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, ગાંધી પરિવારે પાર્ટીનું નેતૃત્વ છોડી દેવુ જોઈએ અને કોઈ અન્ય નેતાને મોકો આપવો જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-16 11:53:15

પંજાબ: નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ ચીફ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું છે કે, તેમણે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવાથી આ પદ પરથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, પંજાબમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીના કારણે કારમી હાર ભોગવવી પડી છે. પાર્ટીને માત્ર 18 સીટ જ મળી શકી છે. જ્યારે સિદ્ધુ પોતે અમૃતસર પૂર્વ સીટ પરથી ચૂંટણી હાર્યા છે.

સિદ્ધુ પહેલાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારના કારણે નાતિક જવાબદારી સમજીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને તેમનું રાજીનામું સોંપ્યું છે અને મંગળવારે રાતે આ પત્ર ટ્વિટર પર શેર કર્યો હતો. સોનિયા ગાંધીના આ આદેશના થોડી વાર પછી જ ઉત્તરાખંડના કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગણેશ ગોદિયાલે પણ તેમનું રાજીનામું આપી દીધું હતું.

જોકે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની માઠી હાર પછી કોંગ્રેસ નેતૃત્વે એક દિવસ પહેલાં 15 માર્ચ 2022ના રોજ એક મોટી કાર્યવાહી કરીને પાંચેય ચૂંટણી રાજ્યોના પાર્ટી અધ્યક્ષને રાજીનામું આપવા કહ્યું હતું.

સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠકના બે દિવસ પછી આ પગલા લીધા છે. ગયા રવિવારે CWCની મીટિંગમાં કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે એવું પણ કહ્યું હતું કે, સંગઠાત્મક ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તેઓ જ આ પદ પર રહે અને પાર્ટીને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લે.

સોનિયાએ ચૂંટણી રાજ્યોના અધ્યક્ષ વિરુદ્ધ આ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે પાર્ટીના સીનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, ગાંધી પરિવારે પાર્ટીનું નેતૃત્વ છોડી દેવુ જોઈએ અને કોઈ અન્ય નેતાને મોકો આપવો જોઈએ.

adv

Related News

post
post
post
post
post
post
post