• Home
  • News
  • બેકફુટ પર નવનીત રાણા, કહ્યું- 'માતોશ્રી'ની બહાર નહીં કરે હનુમાન ચાલીસાનું પઠન
post

શિવસૈનિકો મોટી સંખ્યામાં રાણા દંપતીના ઘર બહાર પહોંચી ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-23 16:49:14

મુંબઈ: મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ 'માતોશ્રી'ની હનુમાન ચાલીસાનો જાપ કરવાની જાહેરાત કરી હતી. જોકે બાદમાં બપોરના સમયે રાણા દંપતીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને 'માતોશ્રી'ની બહાર નહીં જવાની જાહેરાત કરી હતી. 

નવનીત રાણાએ આ માટે સવારના 9:00 વાગ્યાનો સમય આપ્યો હતો પરંતુ તેના પહેલા જ શિવસૈનિકો મોટી સંખ્યામાં તેમના ઘર બહાર પહોંચી ગયા હતા અને હંગામો કરવા લાગ્યા હતા. 

ખાર વિસ્તારમાં આવેલા સાંસદ રાણાના ઘરની બહાર આ પ્રકારે હંગામો કરવામાં આવ્યો હતો. આ તરફ પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં નવનીત રાણા હનુમાન ચાલીસાનો જાપ કરવા મામલે અડગ હતા. આ તરફ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન 'માતોશ્રી'ની બહાર પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન બનાવી દીધી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post