• Home
  • News
  • નવસારી નર્સ મેઘા આપઘાત કેસ:સુસાઈડ નોટમાં લખ્યું-મને ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝીકલ રિલેશન માટે મજબૂર કરતા હતા
post

નવસારી સિવિલની નર્સ મેઘા આચાર્યએ ગત 21મીના રોજ રાત્રે આપઘાત કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 12:09:37

નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્યના આપઘાત કેસમાં દુષ્પ્રેરણા આપનાર સિવિલ સર્જન અને બે નર્સ સહિત પતિ અને સાસુ મળી પાંચ સામે જાતિય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે મેઘાએ લખેલી સુસાઈડ નોટના કેટલાક અંશો સામે આવ્યા છે. જેમાં તેને ઉંમરવાળા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝીકલ રિલેશન માટે મજબૂર કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે.

મેઘાએ સુસાઈડ નોટમાં કોના વિશે શું લખ્યું
પોતાના કુટુંબ માટે : મમ્મી ભલે આપણે લડતા હોઈએ છીએ પણ પાછા દોથઈ જતા. હિંમત રાખજો તમારી દીકરીનો જીવ લેનારાને ઈશ્વર સજા આપશે. દીદી, જીજુ મમ્મીને સંભાળજો મેં કાયરતાનું કામ નથી કર્યું પરંતુ ઈજ્જત બચાવવા રોજે રોજના ટોર્ચરિંગથી કંટાળીને આ પગલું ભર્યું છે. મારા અગ્નિદાહ મારા લાડકા અક્ષુ પાસે કરાવજો. જો એ તૈયાર ન હોય તો મારા જીજા ઉપર અંતિમક્રિયા કરવાનું છોડું છું. જય સ્વામિનારાયણ.

સિવિલમાં કૌભાંડ ચાલે છે તે હું જાણું છું
સ્ટાફ વિશેઃ 21મી ઓક્ટોબરનાં રોજ એક જ રજા માંગવા ગઈ હતી, કારણ કે મારી થાઈરોઈડની દવા ચાલે છે, તે ડોક્ટર માત્ર શુક્રવારે જ આવે છે. સ્ટાફ હતો છતાં પણ મેટ્રને કહ્યું ચાલ નીકળ, રજા નહીં મળે. કોરોના વખતે ડ્યુટી 12-12 કલાક કરતી હતી પણ છેલ્લા 6 માસથી વનિતા પટેલે એટલી ટોર્ચર કરી અને ધમકી પણ આપી કે હું જે કહું તેજ તારે કરવાનું હોય. આટલાથી હું થાકી ન હતી પરંતુ સિવિલમાં કૌભાંડ ચાલે છે તે હું જાણું છું.

બંનેને વંચાવજો જેથી તેમના હૃદય તો નથી એમનામાં કદાચ કંઈ ફેર પડે
તારા ગામિત મેટ્રન દ્વારા મને ઉંમરવાલા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝીકલ રિલેશન માટે મજબૂર કરતા હતા. જયારે મેં મોઢા ઉપર ના પાડી ત્યારે મને કહ્યું કે હવે અમે તારા ગામિત અને વનિતા પટેલ જો તને કેવી રીતે હેરાન કરીએ. બંને મેટ્રન મહિલા હોવા છતાં એક છોકરીની ઈજ્જત વેચવા જરા પણ ખચકતા નથી. આજે મેઘા..તો કાલે બીજી કોઈ છોકરી. નર્સિંગ પ્રોફેશન તો જીવ બચાવવા માટે છે, આજે કોઈનો જીવ જાણી જોઈને લેવાઈ ચૂક્યો છે. બંનેને વંચાવજો જેથી તેમના હૃદય તો નથી એમનામાં કદાચ કંઈ ફેર પડે.

ઈજ્જત જવા દેવા કરતા સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ
રિસ્પેકટેડ મેટ્રન તારા ગામિત અને વનિતા પટેલ. કર્મ કોઈને નથી છોડતું. એ હવે ધ્યાનમાં રાખી ને ચાલજો. તેમ છતાં મેં હિમત રાખી ડ્યુટી કરતી રહી અને અમુક લોકોનો સાથ લેવાની પણ ટ્રાય કરી, પરંતુ જેમણે મારો સાથ આપવાનો પ્રયત્ન કર્યો એમને પણ આ લોકોએ હેરાન કર્યા. અંતે હું એકલી પડી ગઈ. આજે મારે આ નિર્ણય લેવો પડ્યો કારણ કે હું મારી ઈજ્જત જવા દેવા કરતા સન્માનપૂર્વક આત્મહત્યા કરવાનું પસંદ કરીશ. મારી અંતિમક્રિયામાં (પતિ ) અંકિત કે એના પરિવારના કોઈ પણ સદસ્યને આવવા ન દેતા.

ઘટના શું હતી?
નવસારીના સિવિલ હોસ્પિટલમાં રહેતી મેઘા આચાર્ય (ઉ.વ. 27)એ કોરોના વોરિયર્સની જવાબદારી વહન કરતા કોરોનાગ્રસ્ત થઈ હતી અને ત્યારબાદ તેને થાઈરોઈડ બાબતે તબીબને બતાવવા ઉપરી મેટ્રન પાસે રજા માંગતા રજા ન આપી જાહેરમાં અપમાન કરતા હતા. ઉપરાંત ઘણા સમયથી મેટ્રન તારા ગામીત અને વનિતા પટેલ દ્વારા મેઘાને મોટી ઉંમરનાં સિવિલ સર્જન ડો.અવિનાશ દુબે સાથે શરીરસંબંધ બનાવવા દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે 21મી ઓકટોબરની મધરાત્રે મેઘા આચાર્યએ પોતાના બેડરૂમમાં આપઘાત કરી લીધો હતો અને છ પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણીએ પોતાની વ્યથા રજૂ કરીને કેમ આપઘાતનું પગલું ભરી રહી છે તે જણાવ્યું હતું.

ન્યાય અપાવવા સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલ્યો
નવસારીમાં નવસારીની દીકરીને ન્યાય ક્યારે ? તે બાબતે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલ્યો હતો. આ બાબતે વિજલપોર પોલીસ દ્વારા પણ કામગીરીમાં ઢીલાશ રખાતા એસપી ઋષિકેશ ઉપાધ્યાયે આ સંવેદનશીલ કેસ સર્કલ પીઆઈ પી.જી.ચૌધરીને સોંપ્યો હતો. પોલીસે બે દિવસમાં મૃતકની માતા અને બહેનનું નિવેદન લેવાની સાથે તેણીનાં મોબાઈલમાંથી માહિતી મેળવી રહી છે. આરોપીઓના ગળે કાનૂનનો ગાળિયો ફસાવા માટે સાંયોગિક પુરાવા પોલીસ એકત્રિત કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post