• Home
  • News
  • NCP-શિવસેનાની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ, શરદ પવારે સરકાર બનાવવાનો દાવો કર્યો
post

શનિવારે સવારે મહારાષ્ટ્રમાં અચાનક બીજેપીએ અજીત પવારના સમર્થનથી સરકાર બનાવી દીધા પછી રાજ્યમાં રાજકીય ક્ષેત્રે ભુકંપ આવી ગયો હોવાની સ્થિતિ ઉભી થઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-23 13:27:42

મુંબઈ: શનિવારે સવારે મહારાષ્ટ્રમાં અચાનક બીજેપીએ અજીત પવારના સમર્થનથી સરકાર બનાવી દીધા પછી રાજ્યમાં રાજકીય ક્ષેત્રે ભુકંપ આવી ગયો હોવાની સ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન શિવસેના-એનસીપીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જોકે આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ તરફથી કોઈ સામેલ થયું નથી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શરદ પવારે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, 30 નવેમ્બર સુધી બહુમતી સાબીત કરવાની છે. અમારી પાસે બહુમતી છે તેથી સરકાર અમે જ બનાવીશું. દેવેન્દ્ર ફડણવીસ ગૃહમાં બહુમતી સાબીત નહીં કરી શકે.

એનસીપી નેતા શરદ પવારે કહ્યું છે કે, ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજીત પવારનો છે અને તેમાં પાર્ટી સહમત નથી. આ અજીત પવારનો અંગત નિર્ણય છે.

શરદ પવારે કહ્યું કે, અમારી પાસે 170 ધારાસભ્યોનું અને અમુક અપક્ષનું પણ સમર્થન હતું. અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા તે વાત પણ સવારે ખબર પડી. અમારા ધારાસભ્યોને પણ આ શપથ વિશે કોઈ માહિતી નહતી. હવે પાર્ટી તરફથી અમારે જે નિર્ણય લેવો પડશે તે અમે લઈશું.

શપથ સમારોહમાં હાજર રહેલા ઘારાસભ્ય રાજેન્દ્ર શિંગણેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અજીત પવારનો ફોન આવ્યો હતો. અમને ખ્યાન ન હતો કે ક્યાં લઈ જઈ રહ્યા છે. તેઓ વિધાયક દળના નેતા હતા એટલે અમે તેમની સાથે જતા રહ્યા. શપથગ્રહણ સમારોહનો અમને બિલકુલ ખ્યાલ ન હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post