• Home
  • News
  • NCPની કાર્યકારી સમિતિની બેઠક 9મી વખત મોકૂફ, પણ પ્રચંડે PM નિવાસ સ્થાને ઓલીની ગેરહાજરીમાં બેઠક યોજી
post

પ્રચંડની બેઠકમાં કાર્યકારી સમિતિના 25 સભ્યોએ ભાગ લીધો, એક કલાક સુધી બેઠક યોજાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 08:56:33

કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલું રાજકીય સંકટ સતત ઘેરુ બની રહ્યું છે. સત્તારૂઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ની કાર્યકારી સમિતિની બેઠક મંગળવારે 9મી વખત સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ગેરહાજરીમાં પાર્ટીના સહ-અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'એ સમિતિના સભ્યો સાથે PM નિવાસ સ્થાન પર બેઠક યોજી હતી. આ સાથે નેપાળમાં રાજકીય સંકટ વધુ ઘેરુ બની ગયુ છે.
PM
નિવાસસ્થાન પર બેઠક યોજાવાની હતી
ઓલી અને પ્રચંડ વચ્ચે મતભેદોને દૂર કરવા માટે કાર્યકારી સમિતિના 45 સભ્યોની બેઠક મંગળવારે સવારે 11 વાગે પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર યોજાવાની હતી. પણ, ઓલી ત્યાં હાજર નહીં હોવાને લીધે આ બેઠક મોકૂફ રાખવી પડી હતી. પાર્ટીના એક નેતાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ પ્રચંડની સલાહ વગર જ આ બેઠકને ટાળી છે. પ્રચંડના નેતૃત્વવાળી છાવણી આશરે 11 વાગે પ્રધાનમંત્રીના બાલૂ વોટર સ્થિત સરકારી નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા.
જોકે પક્ષના એક નેતાએ કહ્યું કે ઓલીના નજીકના સભ્યો આ બેઠકમાં ભાગ લીધો ન હતો. પણ કાઠમંડુ પોસ્ટે ટાંકી ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે પ્રસંચની બેઠક બપોરે લગભગ 3 વાગે શરૂ થઈ હતી. તેમા 25 સભ્યોએ ભાગ લીધો હતો. બેઠક આશરે 1 કલાક ચાલી હતી.

આગામી દિવસોમાં મીટિંગની તારીખ નક્કી થશે
સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર ગણેશ શાહે જણાવ્યું હતું કે મીટિંગ અનિશ્ચિત સમય માટે ટાળી દેવાઈ છે. બન્ને નેતાઓએ હજુ વધારે સમયની જરૂર છે. જ્યારે પ્રધાનમંત્રીના મીડિયા સલાહકાર સૂર્ય થાપાએ જણાવ્યું હતું કે બન્ને નેતા ચર્ચા કરશે પછી જ મીટિંગની આગામી તારીક નક્કી થશે.

થોડા દિવસ પહેલા સમજૂતીના સમાચાર આવ્યા હતા
થોડા દિવસ પહેલા ઓલી અને પ્રચંડ વચ્ચે સમજૂતીના સમાચાર આવ્યા હતા. દાવો કરાયો હતો કે બન્ને નેતા આ વર્ષના અંતમાં પાર્ટીના સંમેલનમાં બોલાવવાની શરતે રાજી થયા હતા. સમજૂતીનો અર્થ સ્પષ્ટ હતો કે પ્રચંડ હવે પ્રધાનમંત્રી ઓલીના રાજીનામાની માંગને છોડી દેશે. પ્રચંડની માંગનું કારણ જ એનસીપીમાં આંતરિક વિખવાદ હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post