• Home
  • News
  • ગૂગલને ટક્કર આપવા માટે તેના જ 2 ભૂતપૂર્વ કર્મચારીઓએ બનાવ્યું એડ ફ્રી એન્જિન Neeva, 4 મહિનામાં લોન્ચ થશે
post

કોમ્પિટિટર્સે એડમાં ઘટાડો કરવો પડી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-25 10:50:04

ભારતીય યુઝર્સને ગૂગલના વિકલ્પ તરીકે જલ્દી એક નવું સર્ચ એન્જિન મળવા જઈ રહ્યું છે. IITના પૂર્વ વિદ્યાર્થીઓ અને અગાઉ ગૂગલના કર્મચારી રહેલા શ્રીધર રામાસ્વામી અને વિવેક રધુનાથન આ વર્ષે એડ ફ્રી અને પ્રાઈવેટ સર્ચ પ્રોડક્ટ તરીકે Neeva સર્ચ એન્જિન લોન્ચ કરશે. આ એક પેઈડ સર્વિસ છે.

રામાસ્વામીએ જણાવ્યું કે, સમય સાથે કંપનીઓ પર મેક્સિમમ એડ દર્શાવવાનું પ્રેશર વધ્યું છે. જોકે યુઝર્સ આવી કોઈ એડ જોવા માગતા નથી. તેથી અમારું થીસિસ છે કે અમે એક સારું સર્ચ એન્જિન બનાવીએ જે માત્ર યુઝર્સની જરૂરિયાતો પર ફોકસ કરે. આ મુદ્દાને રામાસ્વામી સારી રીતે સમજે છે કે કારણ કે તેઓ ગૂગલમાં એડ અને કોમર્સના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે.

તેઓ ટ્રાવેલ, શૉપિંગ અને સર્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટીમ પણ ચલાવે છે. રધુનાથને IIT મુંબઈમાં અભ્યાસ કર્યો અને પહેલાં યુટ્યુબ પર મોનિટાઈઝેશનના વાઈસ પ્રેસિડન્ટ હતા. વિવેક ગૂગલ અસિસ્ટન્ટના પ્રથમ ટેક લીડ હતા. વિવેક IIT ચેન્નાઈથી ગ્રેજ્યુએટ છે.

273 કરોડ રૂપિયાનો ફંડ એકત્રિત કર્યો
અમેરિકામાં Neevaની 45 લોકોની ટીમ છે અને કંપની તેને 4-5 મહિનામાં રોલઆઉટ કરવાની તૈયારીમાં છે. સૌ પ્રથમ તેને અમેરિકા અને પશ્ચિમ યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. રામાસ્વામી કહે છે કે અમારી પાસે એન્જિનિયર્સ, ડિઝાઈનર્સ અને પ્રોડક્ટ મેનેજર્સ તેમજ બેકર્સની એક મોટી ટીમ છે. ગ્રેલોક, સિકોઈયા કેપિટલ અને રામાસ્વામીએ પોતાના રોકાણથી Neeva માટે અત્યાર સુધી $37.5 મિલિયન (273 કરોડ રૂપિયા)નો ફંડ એકત્રિત કર્યો છે.

રામાસ્વામીએ કહ્યું કે હાલ જે પ્રોડક્ટ લોકો યુઝ કરી રહ્યા છે અમારી પ્રોડક્ટ તેનાથી અલગ છે, જે ડ્રોપબોક્સ અને ઈમેલ અકાઉન્ટ જેવી સર્વિસિસ પર પર્સનલ ડેટામાં સર્ચ અને ક્વેરીઝ માટે સિંગલ વિન્ડો પ્રદાન કરે છે. આપણે કોર ટેક્નોલોજી પર ફરી વિચાર કરવો પડશે કારણ કે કેટલાક સ્તર પર જેમ કે કેવી રીતે વેબ સ્ક્રોલ કરો છો, બેઝિક કેવી રીતે ઈન્ડેક્ટ કરો છો જેવી વસ્તુઓ એક સમાન છે. ગૂગલની જેમ Neeva પણ સર્ચની જેમ AI અને મશીન લર્નિંગનો ઉપયોગ કરશે.

યુઝર્સનો ડેટા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે
પર્સનલ ડેટા માટે રામાસ્વામીએ કહ્યું કે, અમે ગેરન્ટી આપીએ છીએ કે પ્રોડક્ટ અને કંપનીને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે પર્સનલ ડેટાને માત્ર સારાં રિઝલ્ટ જોવા માટે ઈન્ડેક્સ કરવામાં આવે. તે સિવાય કોઈ કામ નથી. અમે ફક્ત ગ્રાહકો માટે જ એક કંપની બનાવી છે. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આ એક રેવન્યૂ સોર્સ કંપની છે. કંપનીનું કહેવું છે કે ડેટા કોઈ પણ રીતે વેચવામાં નહિ આવે અને સર્ચ હિસ્ટ્રીને 90 દિવસ પછી ડિફોલ્ટ રીતે દૂર કરવામાં આવશે. (ગૂગલ 18 મહિના પછી ડિફોલ્ટ રીતે સર્ચ હિસ્ટ્રી રિમૂવ કરે છે)

કોમ્પિટિટર્સે એડમાં ઘટાડો કરવો પડી શકે છે
તેમણે કહ્યું કે અમે એક પેઈડ પ્રોડક્ટના પડકારોથી અવગત છીએ અને એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે આ સારી છે. રામાસ્વામી કહે છે કે તેમના માટે આ એક પ્રેરણા છે. સ્પોર્ટિફાય અને ડ્રોપબોક્સ જેવી સર્વિસિસના ઉદાહરણ આપી તેમણે કહ્યું કે આ પ્રોડક્ટ તેમના સેગમેન્ટમાં સફળ રહી છે, જ્યાં અનેક ફ્રી ઓપ્શન હતા. આશા છે કે Neeva તેના કોમ્પિટિટર્સને એડમાં ઘટાડો કરવા મજબૂર કરી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post