• Home
  • News
  • કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ:કોરોના સંક્રમિત બાળકો પર CT સ્કેનનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો, રેમડેસિવિર આપવા પર પ્રતિબંધ; 6 મિનિટ વોક ટેસ્ટની સલાહ
post

12 વર્ષથી મોટી ઉંમરનાં બાળકોને તેમનાં માતા-પિતાની દેખરેખમાં 6 મિનિટનું વોક ટેસ્ટ કરવા સલાહ આપવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-10 11:58:18

કેન્દ્ર સરકારે કોરોનાથી સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવા નિયમોમાં સંક્રમિત બાળકો પર CT સ્કેનનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા કહ્યું છે તેમ જ રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ (DGHS) તરફથી જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં એસિમ્પ્ટોમેટિક કેસ તથા સામાન્ય કેસોમાં સ્ટિરોઈડના ઉપયોગને ઘાતક ગણાવ્યો છે. ગાઈડલાઈન્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં રેમડેસિવિરના ઉપયોગને લઈ પૂરતી સુરક્ષા અને અસરકારક આંકવાનો અભાવ છે, માટે એના ઉપયોગથી બચવું જોઈએ.

ગાઈડલાઈન્સમાં બાળકો માટે 6 મિનિટના વોક ટેસ્ટ અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. 12 વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને તેમનાં માતા-પિતાની દેખરેખમાં 6 મિનિટનું વોક ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. વોક ટેસ્ટમાં બાળકોની આંગળીમાં પલ્સ ઓક્સિમીટર લગાવી એને સતત 6 મિનિટ સુધી હરવા-ફરવા કહેવામાં આવે. ત્યાર બાદ તેના ઓક્સિજન સેચ્યુરેશન લેવલ અને પલ્સ રેટને માપવામાં આવે. એનાથી હાઈપોક્સિયા અંગે જાણકારી મળી શકશે.

વ્યાપક દેખરેખ હેઠળ સ્ટિરોઈડનો ઉપયોગ કરો
DGHS
એ ફક્ત હોસ્પિટલમાં દાખલ ગંભીર અને અત્યંત ગંભીર કિસ્સામાં દર્દીઓની સારવારમાં વ્યાપક દેખરેખ હેઠળ સ્ટિરોઈડ દવાઓનો ઉપયોગ કરવા અંગે સૂચન આપવામાં આવ્યું છે. DGHSના જણાવ્યા પ્રમાણે, સ્ટિરોઈડનો ઉપયોગ યોગ્ય સમયે જ કરવો જોઈએ અને આ માટે યોગ્ય ડોઝ આપવા જોઈએ. દર્દીને પોતાને સ્ટિરોઈડનો ઉપયોગથી બચવું જોઈએ.

DGHSના કેટલાંક અન્ય મુખ્ય સૂચન

·         બાળકોએ હંમેશાં માસ્ક પહેરવાં, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

·         બાળકોને હંમેશાં પૌષ્ટિક ભોજન આપો, જેથી તેમની ઈમ્યુનિટી મજબૂત થાય.

·         સામાન્ય લક્ષણો હોવાના સંજોગોમાં ડોક્ટરની સલાહથી પેરાસિટામોલ (10-15-MG)આપી શકાય છે.

·         ગળામાં ખારાશ અને ખાંસી હોવાના સંજોગોમાં ગરમ પાણીના કોગળા કરો. કફ હોય તો મોટી ઉંમરનાં બાળકોને વોર્મ સેલાઈન ગાર્ગલની સલાહ આપવામાં આવે છે.

·         સામાન્ય લક્ષણમાં તાત્કાલિક ઓક્સિજન થેરપી શરૂ કરો.

 

adv

Related News

post
post
post
post
post
post
post