• Home
  • News
  • ચીફ જસ્ટિસે કહ્યું- ફાંસી વિરુદ્ધ અપીલોનો એક છેડે અંત જરૂરી, આરોપીને ક્યારેય ન લાગવું જોઈએ કે એક રસ્તો ખૂલ્લો રહેશે
post

7 લોકોના હત્યારા પ્રેમી યુગલની પુનર્વિચાર અરજીઓ પર સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 10:29:45

નવી દિલ્હીઃ ફાંસીની સજાને કાયદાનો ઉપયોગ કરીને લંબાવવા અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, મૃત્યુદંડ વિરુદ્ધ અપીલનો એક છેડે અંત જરૂરી છે. આરોપીને ક્યારેય એવું લાગવું જોઈએ કે તેની પાસે એક રસ્તો ખૂલ્લો રહેશે અને સજાને પડકારનારી લડાઈ અંતહીન ચાલતી રહેશે.

ફાંસીની સજા ટાળવા માટે આરોપીઓ દ્વારા કાયદાકીય પાસાઓનો ઉપયોગ કરવા માટે સુપ્રીમ કોર્ટનું વલણ ઘણું મહત્વનું છે. યુપીના અમરોહામાં 10 મહિનાના બાળક સહિત 7 લોકોની હત્યા કરનારા પ્રેમી યુગલની મૃત્યુદંડ વિરુદ્ધ પુનર્વિચારણાની અરજીઓ પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટ કાયદા અનુસાર કામ કરશે. પીડિતોને ન્યાય આપવું જજનું કર્તવ્ય છે. કોર્ટના આરોપી નહીં, પીડિતોના અધિકાર પણ જોવા જોઈએ. નિર્ભયાના ગુનેગારો તરફ ઈશારો કરીને કોર્ટે કહ્યું, ‘નિર્ણયનું સન્માન કરીને સજા સ્વીકારવી જોઈએ. ફાંસીને અંતહીન કેસમાં ફસાવવાની મંજૂરી આપી શકીએ.’તમામ પક્ષોની દલીલ સાંભળીને કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

શું હતો મામલો?
બે વખત MA કરી ચુકેલી શબનમ સારા ઘરની દીકરી હતી, જ્યારે તેનો પાંચ ધોરણ પાસ પ્રેમી સલીમ દિહાડી મજૂરી કરતો હતો. પરિવારને સંબંધ મંજૂર નહોતો તો બંન્ને મળીને 15 એપ્રિલ 2008ના રોજ શબનમના પરિવારના 7 લોકોની હત્યા કરી દીધી. જેમાં એક 10 મહિનાનું બાળક પણ હતું. ટ્રાયલ કોર્ટે 2010માં બન્નેને મોતની સજા સંભળાવી હતી. સુપ્રીમ કોર્ટે સજાને યથાવત રાખી. બન્નેએ પુનર્વિચારણા અરજી કર્યા વગર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમક્ષ દયા અરજી કરી હતી, જે ફગાવાઈ હતી. ત્યારબાદ તેમને પુનર્વિચારણાની અરજી કરી. ગૃહમંત્રાલયે પણ બુધવારે સુપ્રીમ કોર્ટ પાસેથી દયા અરજીઓ અંગે 2014માં જાહેર કરાયેલા ગાઈડલાઈન્સમાં સુધારાની માંગ કરી હતી.

આરોપીએ કહ્યું- પહેલો ગુનો હતો, માફ કરી દો, સરકારે કહ્યું- માતા-પિતાનો હત્યારો અનાથ હોવાની દલીલ કરી શકે

·         આરોપીઓના વકીલે માંગ કરી કે ફાંસી માફ કરીને સુધરવાની તક આપો, સીનિયર એડવોકેટ આનંદ ગ્રોવર અને મીનાક્ષી આનંદે કહ્યું કે, આરોપી ગરીબ અને અશિક્ષિત પરીવારમાંથી છે. તેનો પહેલો ગુનો હતો. જેલમાં શબનમનું વર્તન સારું છે. બાળકોને ભણાવે છે. જેલમાં યોજાનારા ઘણા સામાજિક કાર્યક્રમોમાં પણ સામેલ થાય છે.

·         યુપી સરકારે આરોપીઓની માંગનો વિરોધ કર્યો. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યુંમાતા-પિતાનો હત્યારો પોતાને અનાથ ગણાવીને માંગ કરી શકે. જેલમાં સુધરવાથી જો સજા માફ થવા લાગી તો દરેક આવી માંગ કરવા લાગશે. આવા અપરાધીઓ માટે કાયદાની વધુ એક બારી ખૂલી જશે

·         સુપ્રીમ કોર્ટના આરોપીના વકીલને કહ્યું , ‘તમે કહી રહ્યા છો કે 10 મહિનાના બાળકને માર્યા બાદ હવે તેનો વ્યવહાર બદલાયો છે. હત્યા કાવતરું ઘડીને કરવામાં આવી હતી. આરોપીઓને માત્ર એટલા માટે માફ કરી શકાય, કારણ કે બીજા આરોપીઓ સાથે તે વર્તન સારુ કરી રહ્યો છે. તમામ પાસાઓને જોઈને મોતને સજા સંભાળાવવામાં આવી હતી

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post