• Home
  • News
  • સુરતથી ચેન્નાઇ, જયપુર, જોધપુર અને પટના નવી ફલાઇટ શરૂ થશે
post

ડોમેસ્ટિક કાર્ગોની કેપેસિટી ડબલ, ઇન્ટરનેશનલ કાર્ગો શરૂ કરવા રજૂઆત

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 09:38:27

એરપોર્ટના ડેવલપમેન્ટ કરવા, ડોમેસ્ટીક કાર્ગોની કેપેસિટી ડબલ કરવા તથા ઇન્ટરનેશનલ કાર્ગો વહેલી તકે શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈની સાથે મિટિંગ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ ખાતે ફ્યુલ ટર્મીનલ કાર્યરત થઇ ગયું છે. 20 ફેબ્રુઆરીથી 22 માર્ચ 2021 સુધીમાં સુરતથી ચેન્નાઇ, જયપુર, જોધપુર અને પટના માટે નવી ફલાઇટ શરૂ થઇ જશે. તે સિવાય પણ સુરતને નવી ફ્લાઇટ મળશે. આખા એરપોર્ટની સફાઇ અને કામગીરીની દેખરેખ માટે મેકેનાઇઝ્‌ડ સપોર્ટ સિસ્ટમ માટે ટેન્ડર ખુલી ગયું છે અને વર્કઓર્ડર આપવાની તૈયારી છે.

ચેમ્બરે સુરત એરપોર્ટના રનવેની પહોળાઇ 45 મીટરથી વધારીને 60 મીટર કરવાની દરખાસ્ત કરી હતી. તે અંગે એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યું હતું કે, હાલમાં જે 45 મીટરની પહોળાઇ છે તે દુનિયાની સૌથી મોટામાં મોટી ફલાઇટ લેન્ડ થવા માટે પૂરતી છે. એટલે રનવેની પહોળાઇ વધારવાની કોઇ આવશ્યકતા જ નથી. તેમણે વધુમાં કહ્યું કે, એરપોર્ટ ખાતે ટર્મીનલ એક્સપાન્શન અને પેરેલલ ટેકસી વેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તથા આ બંને કામ ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થઇ જશે. કાર પાર્કીંગ માટે અને રેઇનબો કલબનું હેન્ગર ભાડે આપવા માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે પરંતુ આ બાબતે કોન્ટ્રાક્ટર મેળવવા માટે ચેમ્બર દ્વારા પણ પ્રયાસ કરવામાં આવે તેવી તેમણે વિનંતી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post