• Home
  • News
  • Bollywood માં આવ્યું નવું ભૂત, અભિનેત્રીના આ રૂપની ક્યારેય નહી કરી હોય કલ્પના, જોઇ કંપી ઉઠશે કાળજુ
post

સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર ખુબ જ વાયરલ (Viral) થઈ રહી છે. આ તસવીરને એક વખતમાં જોઈને આપને અંદાજો નહીં આવી શકે આ તસવીરમાં કોનો ચહેરો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-03 13:19:15

મુંબઇ: સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર ખુબ જ વાયરલ (Viral) થઈ રહી છે. આ તસવીરને એક વખતમાં જોઈને આપને અંદાજો નહીં આવી શકે આ તસવીરમાં કોનો ચહેરો છે. જો અગર હું એમ કહું કે આ ખતરનાક ચહેરાની પાછળ બૉલીવુડની ગ્લેમરસ અને ખુબસુરત હસીના છે તો આપને શોક જરૂરથી લાગશે. આ તસવીર સ્ટાઈલ ડીવા શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty) ની છે, જે આપને ડરવા પર મજબૂર કરી દેશે. 

રાજ કુન્દ્રાએ કર્યો ખુલાસો 
સેલેબ્રિટી ફોટોગ્રાફર (Celebrity Photographer) વિરલ ભયાણીએ આ તસવીર શેર કરી છે. તેઓએ પોસ્ટ શેર કરતા લખ્યું, ‘હાલમાં જ તેમના ઘરમાં ફોટો પાડવામાં આવ્યો છે, ગેસ કરો કોણ છે આ? ફેન્સ તસવીર સામે આવતા જ ગેસ કરવા લાગ્યા. ફેન્સની કમેન્ટની વચ્ચે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુન્દ્રાની કોમેન્ટે બધા જ લોકોનું ધ્યાન ખેંચ્યું. રાજે કોમેન્ટમાં લખ્યું, હું જાણું છુ કોણ છે.

જલ્દી જોવા મળશે શિલ્પાનું આ રૂપ 
આ કોમેન્ટ પછી ફેન્સની કોમેન્ટ્સ ફટાફટ આવવા લાગી. ફેન્સે પણ અંદાજો લગાવવનું શરૂ કરી દિધું કે આ ચહેરાની પાછળ બીજુ કોઈ નહીં પણ ખુદ શિલ્પા શેટ્ટી છે. બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty) એ સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર મસ્તી કરી હતી અને બધા જ લોકોએ ડરાવ્યા હતા. 

ડરાવવા માટે શિલ્પા તૈયાર 
સ્ટાઈલિશ ફેશન સ્ટેટમેન્ટ બનાવવા માટે ઓળખાતી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આ ભૂતિયા ગેટએપમાં બધા જ લોકોને ડરાવી રહી છે. શિલ્પાનો આવો ડરાવનો અવતાર પહેલા ક્યારેય કોઈએ નથી જોયો.  

રેટ્રો લુકમાં શિલ્પા
એટલુ જ નહીં પણ સુપર ડાન્સર ચેપ્ટર 4ના એક એપિસોડમાં રેટ્રો લુક (Retro Look) માં પણ શિલ્પા જોવા મળશે. તેઓએ આઈએનએસને જણાવ્યું હતું કે તેઓ દિવંગત અભિનેત્રી સાધના અને તેમની માતા સુનંદા શેટ્ટીથી પ્રેરણા લે છે. આપને જણાવી દઈએ કે શિલ્પા સોશિયલ મીડિયા (Social Media) પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તેમના પતિ રાજ કુન્દ્રા અલગ અલગ ફની ઈન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરતા રહે છે અને લોકોને મનોરંજન પૂરુ પાડે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post