• Home
  • News
  • શેરબજારનો નવો રેકોર્ડ:પ્રથમ વખત સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર; બજાજ ફિનસર્વ, HCL ટેકના શેર વધ્યા
post

ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લેના શેર ઘટ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-19 10:01:06

ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે.

લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેકના શેર વધ્યા
સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડને પાર
BSE
પર 2526 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1713 શેર્સ વધારા સાથે અને 701 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 460 પોઈન્ટ વધી 61765 અને નિફ્ટી 138 પોઈન્ટ વધી 18477ના સ્તરે બંધ થયો હતો.

FII અને DII ડેટા
14
ઓક્ટોબર એટલે કે ગુરુવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે(FIIs) 512.44 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. બીજી તરફ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ બજારમાંથી 1703.87 કરોડ રૂપિયા પરત ખેંચ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post