• Home
  • News
  • નર્મદામાં નવા નીર આવ્યા:વીજ માગ વધતાં MPમાં 2 ડેમના પાવર હાઉસ ધમધમ્યા, નર્મદા ડેમ 120.08 મીટરે પહોંચતાં 8 મહિના ચાલે તેટલું પાણી ઉપલબ્ધ
post

સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ મુજબ ગત વર્ષની સરખામણીએ 19% ઓછો જથ્થો છતાં છેલ્લા 10 વર્ષની નર્મદા ડેમની સરેરાશ કરતા 2% વધારે જથ્થો

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 10:46:44

દેશભરમાં ઉનાળો આકરો બનતો વીજ અને પાણીની ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં પણ ભારે માગ વધી છે. મધ્યપ્રદેશની વીજળીની જરૂરિયાત ગુજરાત માટે નર્મદા ડેમમાં નવા નીરની આવક વધારવામાં કારગત નીવડી છે. નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા 3 દિવસમાં જ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની અવકે કારણે 2 મીટર વધીને 120.08 મીટરે પહોંચી ગઈ છે.

રિવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસમાં પણ વીજ ઉત્પાદન​​​​​​​ શરુ
ડેમમાં હાલ જીવંત પાણીનો જથ્થો 1221.62 મિલિયન ક્યુબીક મીટર છે. જે ગત વર્ષની સરખામણી એ 19 % ઓછો છે પરંતુ છેલ્લા 10 વર્ષની નર્મદા ડેમની સરેરાશ કરતા 2 % વધારે હોવાનું સેન્ટ્રલ વોટર કમિશનના વોટર બુલેટિનમાં ટાંકવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં હાલ ઉપરવાસમાં આવેલા નર્મદા નદી પરના ડેમના પાવર હાઉસ ધમધમતા તેમાંથી ડિસ્ચાર્જ થઈ પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠલવાઇ રહ્યું છે. જેને લઈ 118 મીટર રહેલી ડેમની સપાટી હાલ 120 મીટર ઉપર સ્પર્શી છે. નર્મદા ડેમના પણ રિવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસના જલવિધુત મથકોને જરૂરિયાત પ્રમાણે ધમધમતા કરાઈ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ખેતી, ઉદ્યોગો અને પીવાનાં પાણી માટેની જીવાદોરી નર્મદા ડેમ
RBPH 2847
અને CHPH 3813 ક્યુસેક પાણીનો વપરાશ કરી વીજ ઉતપન્ન કરી રહ્યું છે. ડેમમાં 22386 ક્યુસેક પાણીની આવક સામે જાવક 11 થી 12 હજાર ક્યુસેક નોંધાઇ રહી હોય સપાટી માં ધીમે ધીમે વધારો નોંધાઇ રહ્યો છે. મુખ્ય કેનાલમાં 3935 ક્યુસેક અને ગોડબોલે ગેટમાંથી ડાઉન સ્ટ્રીમ ભરૂચમાં નર્મદા નદીમાં 616 ક્યુસેક પાણી નો જથ્થો ઠલવાઇ રહ્યો છે. હાલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ થકી રાજ્યમાં ખેતી, ઉદ્યોગો અને પીવા માટે પાણી પૂરું પાડવા સાથે વીજળી પણ પેદા કરાઇ રહી છે.

15 જુલાઇ સુધી પાણી આપવા ડેમ સક્ષમ
નર્મદા ડેમની જળસપાટી હાલ 120.08 મીટર પર છે અને 1167 MCM જેટલો પાણીનો સંગ્રહિત જથ્થો છે. આગામી 8 મહિના સુધી આખા ગુજરાતને પીવાનું પાણી અને સિંચાઈ નું પાણી આપવા સક્ષમ છે પરંતુ વીજળીનું ઉત્પાદન પણ કરી હાલ 4044 ક્યુસેક પાણી નર્મદા કેનાલ માં પાણી આપી રહી છે. સરકાર ના નિયમ પ્રમાણે 15 જૂન થી ચોમાસાની શરૂઆત થાય એટલે 15 જૂન સુધીસિંચાઈનું પાણી આપવા નર્મદા ડેમ સક્ષમ છે.

પાંચ દિવસમાં સપાટી વધી

તારીખ

સપાટી

05 એપ્રિલ 22

118.86 મીટર

06 એપ્રિલ 22

119.18 મીટર

07 એપ્રિલ 22

119.44 મીટર

08 એપ્રિલ 22

119.70 મીટર

09 એપ્રિલ 22

119.97 મીટર

10 એપ્રિલ 22

120.08 મીટર

 

adv

Related News

post
post
post
post
post
post
post