• Home
  • News
  • ઉકાઇ ડેમમાં નવા નીર આવ્યા, 6611 ક્યુસેક પાણીની આવક
post

રાત્રિનો પારો 30 ડિગ્રી પહોંચતા બફારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:54:17

સુરત: હજુ તો શહેરમાં ચોમાસું  બરોબર જામ્યું નથી અને સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી ઉકાઈ ડેમમાં  નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે 6611 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ છે. ડેમમાં પાણીનું લેવલ 317.60 ફૂટ છે. એટલે કે ડેમની કુલ સપાટી 345 ફૂટથી 27.40 ફૂટ ડેમ ખાલી છે. પાછલા વર્ષે એમ.પી અને મહારાષ્ટ્ર ના ગેજ સ્ટેશોમાં ભારે વરસાદ થતાં  સપ્ટેમ્બરમાં ઉકાઈ ડેમ 345  ફૂટ સુધી સંપૂર્ણ ભરી દેવાયો હતો.

શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી હતું.

ઉપરવાસમાંથી  આવી રહેલા પાણી સાથે 6611 ક્યુસેક પાણી  કેનાલમાં છોડાઈ રહ્યું છે.  શહેર અને જિલ્લામાં રવિવારે છૂટોછવાયો વરસાદ પડયો હતો. રાંદેરમાં 2 અને લિંબાયતમાં 1 મીમી વરસાદ પડયો હતો. જિલ્લાના તમામ તાલુકા કોરાક્ટ રહ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર 4 ડિગ્રીનો જ તફાવત હોઇ દિવસભર અસહ્ય બફારો અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ હતી.  બે દિવસ સુધી હજુ વાતાવરણ સામાન્ય જ રહેશે. જુલાઇના પહેલા અઠવાડિયાથી વરસાદનાં જોર વધવાની શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post