• Home
  • News
  • ગુજરાત : ન્યૂઝીલેન્ડના કૃષિમંત્રીએ કહ્યુ- RCEPમાં ભારત સામેલ ન થતાં નિરાશા, છતાં વેપાર કરીશું
post

અમૂલના એમડી ડૉ. સોઢીએ કહ્યું હતું કે, મંદી- મંદીની વાતો વચ્ચે પણ અમૂલનું વેચાણ 25 ટકા વધ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 09:55:51

ગાંધીનગર: અમૂલની મુલાકાતે આવેલા ન્યૂઝીલેન્ડના કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આરસીઇપીમાં ન જોડાતા અમે નિરાશ થયા છીએ ,જ્યારે અમૂલના એમડી ડૉ. સોઢીએ કહ્યું હતું કે, મંદી- મંદીની વાતો વચ્ચે પણ અમૂલનું વેચાણ 25 ટકા વધ્યું છે.



દેશમાં મંદી ન હોવાનો અમૂલના MD સોઢીનો દાવો, કહ્યું, વેચાણમાં 25 ટકા સુધીનો વધારો : 
અમૂલ દ્વારા આણંદ સહિત વિવિધ વિસ્તારમાં ભારતના કો-ઓપરેટીવ સેકટર અ્ને ખેડૂતોની સ્થિતિ અ્ને વાર્તાલાપ માટે ન્યૂઝીલેન્ડના કૃષિ મંત્રી ઓકોનોર આવ્યા હતા. તેમણે અમુલનો પ્લાન્ટ,ખેડૂતો, દૂધ કલેકશન, વિતરણ, પ્રોડકશન સહિતની માહિતી મેળવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, આરસીઇપીમાં ન જોડાવવા માટે ભારતે કેટલાક કારણો રજૂ કર્યા છે. આરસીઇપીમાં જોડાયેલા અન્ય દેશ પણ ભારતના પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આરસીઇપીમાં ન જોડાયા તો પણ બંને દેશ વચ્ચે વેપાર તો થઇ શકે જ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડેરી પ્રોડકટ માટે કરાર થઇ શકે છે, કારણ કે, ન્યૂઝલેન્ડ માટે ભારતમાં ડેરી પ્રોડકટ માટે વિશાળ તક છે. આરસીઇપીમાં ન જોડાવવાનો ભારતનો નિર્ણય યોગ્ય છે કે નહીં ? તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ડેમિયન ઓકોનોરે કહ્યું હતું કે, તે બાબત તો ભારત દેશના નેતાઓ જ કહીં શકે. તેમણે કહ્યું હતું કે,ન્યૂઝીલેન્ડ માટે ભારતમાં મોટું માર્કેટ નથી,પણ ટેકનિકલ આદાન પ્રદાશન થઇ શકે છે.


અમુલના એમ.ડી. સોઢીએ કહ્યું હતું કે, બધા મંદી મંદીની વાત કરે છે, પણ હું મારા અમૂલની વાત કરું તો પ્રથમ ફાઇનાન્સિયલ કવાર્ટરમાં અમૂલના દૂધના વેચાણમાં 24થી25 ટકાનો વધારો થયો છે, અમને તો મંદી જેવું લાગતું નથી.


ન્યૂઝીલેન્ડની મદદથી દૂધનું ઉત્પાદ વધારાશે :
ન્યૂઝીલેન્ડ સાથેના વાર્તાલાપ પછી ત્યાંની સ્થિતિ વિશે વાતચીત કરતા જીસીએમએમએફના એમ.ડી. સોઢીએ કહ્યું હતું કે, ન્યૂઝીલેન્ડની ભારત કરતા પ્રોડકશન કોસ્ટ 25 ટકા ઓછી છે. ખેડૂતોને 25 ટકા ઓછા ભાવે દૂધની પડતર થાય છે. તેની પાછળનું કારણ ન્યૂઝીલેન્ડમાં પશુઓના ખોરાક સસ્તો છે, ત્યાં ખુલ્લા મેદાન છે, ચરીને પશુ આવી જાય છે. આપણે ત્યાં મેદાન નથી. વળી,તેમણે કહ્યું હતું કે, આપણે ન્યૂઝેલેન્ડનું બીજદાન,તાલીમ,ઉછેર ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂધનું પ્રોડકશન સસ્તું અને વધે તેવા પ્રયાસ કરીશું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post