• Home
  • News
  • ન્યૂલી વેડ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુ પહેલી કરવા ચોથની ઉજવણી કરી રહ્યા છે, ગૌતમે મહેંદી લગાવી
post

સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટોમાં કાજલ ગૌતમની સાથે બેઠેલી જોવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 09:25:50

30 ઓક્ટોબરે લગ્ન બંધનમાં જોડાયેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુની આ પહેલી કરવા ચોથ છે. તેના માટે નવી નવેલી દુલ્હન કાજલને વધારે તૈયારીઓ તો નથી કરવી પડી પરંતુ ગૌતમ મહેંદી લગાવતો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટોમાં કાજલ ગૌતમની સાથે બેઠેલી જોવામાં આવી.

ઈન્સ્ટા સ્ટોરી પર પતિદેવને શુભેચ્છા પાઠવી
કાજલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર માસ્ક લગાવીને એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે પતિ ગૌતમને ટેગ કર્યો છે. તે ઉપરાંત તેમણે પહેલી કરવા ચોથની શુભેચ્છા પાઠવી છે. કાજલ પંજાબી પરિવારમાંથી આવે છે જ્યારે ગૌતમ કિચલુ કાશ્મીરી પરિવારમાંથી આવે છે. આવી સ્થિતિમાં તેમના માટે આ પ્રથમ કરવા ચોથ ઘણી મહત્વની છે. માત્ર કરવા ચોથ જ નહીં દિવાળીની સાથે આ આખો મહિનો આ કપલ માટે સ્પેશિયલ રહેવાનો છે.

ઈનસાઈડ ફોટો શેર કરી રહી છે
કાજલ લગ્નના દિવસથી સોશિયલ મીડિયા પર ઈનસાઈડ વેડિંગ અને બીજી વિધિના ફોટો શેર કરી રહી છે. કાજલે જેટલા પણ આઉટફિટ્સ તેની વેડિંગ સેરેમની અને બાકીના કાર્યક્રમમાં પહેરેલા છે તે તમામ ફોટો શેર કરતા કાજલે પોતાનો લુક્સ પણ શેર કરી રહી છે. હવે તેના કરવા ચોથ સેલિબ્રેશનના ફોટાની રાહ જોવાની છે.

adv

Related News

post
post
post
post
post
post
post