• Home
  • News
  • હનીમૂન પર માલદિવ્સ ફરવા આવેલા કપલને લોકડાઉનને લીધે 6 દિવસને બદલે મહિના સુધી રોકાવું પડશે
post

હાલ આખા માલદિવ્સ આઈલેન્ડ પર આ એક માત્ર કપલ ફરી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:38:00

કેપ ટાઉન: સાઉથ આફ્રિકાનું એક કપલ લગ્ન બાદ હનીમૂન માટે માલદિવ્સ આવ્યું હતું. તેઓ આવ્યાં તો માત્ર 6 દિવસ માટે જ પણ નસીબ અને કોરોનાને લીધે તેમને અહિ ઓછા ભાવે મહિનો રહેવા મળ્યું છે. માલદિવ્સ અને સાઉથ આફ્રિકા એ બંને લોકડાઉન થઇ જતા આ કપલ અહિ ફસાઈ ગયું છે. એરપોર્ટ ઓથોરિટીએ તેમને થોડા વધારે દિવસ રોકાવાનું કહ્યું છે. હાલ આખા માલદિવ્સ આઈલેન્ડ પર આ એક માત્ર કપલ ફરી રહ્યું છે.

 

સાઉથ આફ્રિકાથી 27 વર્ષીય ઓલિવિયા અને 28 વર્ષીય રોલ દે ફ્રેઈતસ 6 દિવસ માટે માલદિવ્સ આવ્યાં હતાં. 22 માર્ચે તેઓ અહિ આવ્યાં ત્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અહિ મહિના જેટલો સમય વિતાવવો પડશે. ચોથા દિવસે કપલને ખબર પડી કે આઈલેન્ડ પરથી પરત સાઉથ આફ્રિકા જવા માટે તેમની પાસે કોઈ ઓપ્શન નથી. આ કપલને કંપનીએ ઓછા રૂપિયામાં રહેવાની ઓફર પણ કરી છે. ઓલિવિયાએ કહ્યું કે, ઘણા લોકો એવું વિચારતા હોય છે કે, તેઓ માલદિવ્સમાં ફસાઈ જાય અને ત્યાં જ રહે. પણ હકીકતમાં આ જે લોકો અનુભવ કરે તેમને જ ખબર હોય છે. અમારા બે સિવાય આઈલેન્ડ સંપૂર્ણ ખાલી છે અને એકલા રહેવું સરળ નથી.

કોરોના વાઇરસને લીધે ફસાયેલા કપલને હજુ 16 એપ્રિલ સુધી અહિ જ સુખે-દુ:ખે રહેવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post