• Home
  • News
  • કોરોના પર રાહતના સમાચાર, સતત ઘટી રહ્યા છે નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
post

દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કઈંક એ તરફ જ ઈશારો કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 10:13:49

નવી દિલ્હી: શું દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસ પોતાના પીક પર પહોંચી ગયા છે? કેન્દ્ર સરકારના આંકડા તો કંઈક એ તરફ જ ઈશારો કરી રહ્યા છે. આ બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3.57 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 3400થી વધુ લોકોએ દમ તોડ્યો છે. 

એક દિવસમાં નવા 3.57 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,57,229 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,02,82,833 થયો છે. જેમાંથી 1,66,13,292 દર્દી રિકવર થઈ ગયા છે. જ્યારે 34,47,133 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 3449 દર્દીનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી દેશમાં કુલ મૃત્યુનો આંકડો 2,22,408 પર પહોંચ્યો છે.

ઘટી રહ્યા છે કેસ!
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં 3,68,147 કેસ નોંધાયા હતા જ્યારે તે અગાઉ રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ એક દિવસમાં 3,92,488 નવા કોરોના કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે કોરોનાએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી હતી અને એક જ દિવસમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,993 દર્દીઓ નોંધાયા હતા. 

આ રાજ્યોમાં સ્થિર થયા કોરોનાના કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્તસચિવ લવ અગ્રવાલે કહ્યું કે દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં સ્થિરતાના સંકેત મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 24 એપ્રિલના રોજ સંક્રમણના 65,442 અને 20 એપ્રિલના રોજ 62,417  નવા કેસ સામે આવ્યા. દિલ્હીમાં 24 એપ્રિલના રોજ 25,294 કેસ અને 7 દિવસ બાદ 2 મેના રોજ 24,253 નવા કેસ સામે આવ્યા. છત્તીસગઢમાં 29 એપ્રિલના રોજ 15,583 કેસ અને 2 મેના રોજ 14,087 નવા કેસ સામે આવ્યા. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 15,89,32,921 લોકોનુ રસીકરણ થયું છે. 

જિલ્લાઓમાં ઘટી રહ્યો છે સંક્રમણનો દર
લવ અગ્રવાલે કહ્યું કે દમણ અને દીવ, ગુજરાત, ઝારખંડ, લદાખ, લક્ષદીપ, મધ્ય પ્રદેશ, તેલંગણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ એવા જ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના 12 જિલ્લામાં પણ છેલ્લા 15 દિવસમાં ઘટાડાના સંકેત મળ્યા છે. છત્તીસગઢના દુર્ગ, ગરિયાબંધ, રાયપુર, રાજનાંદગાવ, મધ્ય પ્રદેશના છિંદવાડા, ગુના, શાજાપુર,  લદાખના લેહ અને તેલંગણાના નિર્મલમાં છેલ્લા 15 દિવસમાં ઘટાડાના સંકેત મળ્યા છે. 

તેમણે કહ્યું કે આ ખુબ જ શરૂઆતી સંકેત છે. અને તેના આધારે સ્થિતિનું વિશ્લેષણ કરવું ઉતાવળ રહેશે. અમારા માટે જિલ્લા અને રાજ્ય સ્તર પર કોરોનાની રોકથામના પ્રયત્નો ચાલુ રાખવા મહત્વપૂર્ણ છે. જેનાથી આ ટ્રેન્ડ ચાલુ રાખી શકાય. 

12 રાજ્યોમાં એક લાખથી વધુ કેસ
સ્વાસ્થ્ય સચિવે જણાવ્યું કે દેશમાં 12 રાજ્ય એવા પણ છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક લાખક રતા વધુ છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સામેલ છે. આ બાજુ 7 રાજ્યોમાં સાત રાજ્યોમાં દર્દીઓની સંખ્યા 50 હજારથ એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા છે. 

તેમણે કહ્યું કે દેશમાં 22 રાજ્ય એવા છે, જ્યાં સંક્રમણનો દર 15 ટકાથી વધુ છે. જ્યારે 9 રાજ્યોમાં સંક્રમણ દર 5થી 15 ટકા વચ્ચે અને પાંચ રાજ્યોમાં 5 ટકાથી ઓછો છે. 

આ રાજ્યોમાં વધી રહ્યા છે કેસ
તેમણે એ વાત ઉપર પણ ચિંતા વ્યક્ત કરી કે આંદમાન નિકોબાર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 

રસીકરણમાં લાગી છે સરકાર
લવ અગ્રવાલે કહ્યું કે કોરોના મહામારીને પહોંચી વળવા માટે સરકાર રસીકરણની ગતિ વધારવામાં લાગી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધી કુલ 15,89,32,921 લોકોનુ રસીકરણ થયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post