• Home
  • News
  • નીરવ મોદીની જામીન અરજી 7મી વખત ફગાવાઈ, નીરવ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં કેદ છે
post

લંડનની પોલીસે 19 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-27 11:01:56

બ્રિટનની એક કોર્ટે નીરવ મોદીની જામીન અરજી સાતમી વખત ફગાવી દીધી છે. તે ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે 14 હજાર કરોડ રૂપિયાથી વધુ લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગ મામલે આરોપી છે. જ્યારે અગાઉ ચાલુ મહિનાની શરૂઆતમાં બ્રિટનની કોર્ટે પ્રત્યાર્પણની સુનાવણીને ત્રણ નવેમ્બર સુધી આગળ વધારી હતી પણ નીરવ મોદી વારંવાર જામીન મેળવવા અરજી કરી રહ્યો છે. જોકે આ વખતે પણ તેને સફળતા મળી નહોતી.

લંડનની પોલીસે 19 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી અને તેના બાદથી તે લંડનની વેન્ડ્સવર્થ જેલમાં કેદ છે. જ્યારે 2018માં પીએનબી કૌભાંડમાં નામ જાહેરમાં આવ્યાના અમુક મહિના પહેલા જ તે ભારતથી નાસી ગયો હતો. ભારત સરકાર દ્વારા નીરવ મોદીના પ્રત્યાર્પણના દરેક શક્ય પ્રયાસો કરાઈ રહ્યાં છે જેથી જલદીથી જલદી તેને ભારત લાવી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post