• Home
  • News
  • 42 દિવસમાં ત્રીજું ડેથ વોરન્ટ: મોતની ત્રીજી તારીખ, 3 માર્ચ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે
post

દોષિતના વકીલ એપી સિંહે કહ્યું- પવન ક્યુરેટિવ અને દયા અરજી દાખલ કરવા માંગે છે, અક્ષય પણ નવી અરજી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 10:46:01

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષિત માટે પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે ત્રીજું ડેથ વોરંટ ઇશ્યૂ કર્યું. તેમાં ફાંસી માટે 3 માર્ચે સવારે 6 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાની કોર્ટે તિહાર જેલના સુપ્રરિટેન્ડેન્ટ અને નિર્ભયાના માતા-પિતાની અરજી પર લગભગ 1 કલાક સુનાવણી પછી ડેથ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ પહેલા 22 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરીએ પણ નિર્ભયાના દોષિતો માટે ડેથ વોરંટ ઇશ્યૂ કરાયા હતા પરંતુ દોષિતો પાસે ઉપલબ્ધ કાનૂની ઉપાય ખતમ નહીં થતા કોર્ટે 31 જાન્યુઆરી સુધી ફાંસી પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

આ બાજુ ફાંસી ટાળવા ગતકડાં
દોષિતો પાસે ફાંસીથી બચવા માટે કાનૂની વિકલ્પ એક પછી એક પૂરા થઈ રહ્યાં છે. મુકેશ, અક્ષય અને વિનયની ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજી ફગાવાઈ ચૂકી છે. માત્ર પવન પાસે આ બંને વિકલ્પ બાકી છે. ફાંસીથી બચવા દોષિતો નવા ગતકડાં અપનાવી રહ્યાં છે. વિનય જેલમાં હડતાળ પર બેસી ગયો છે. તેના વકીલનો દાવો છે કે જેલમાં મારપીટને કારણે માથામાં વાગ્યું છે.

દોષિ વિનય માનસિક રીતે બીમાર, આ સંજોગોમાં તેને ફાંસી ન આપી શકાય: વકીલ

સોમવારે સુનાવણી દરમિયાન દોષી મુકેશ સિંહે કોર્ટને કહ્યું કે, તે નથી ઈચ્છતો કે વૃંદા ગ્રોવર તેના તરફથી વકીલાત કરે. ત્યારપછી કોર્ટે તેના માટે વકીલ રવિ કાઝીની નિમણૂક કરી. જ્યારે વિનયના વકીલે કહ્યું કે, અત્યારે આ દોષી માનસિર રીતે ઘણો બીમાર છે, તેથી તેને આ સંજોગોમાં ફાંસી આપી શકાય તેમ નથી. દોષી પવન ગુપ્તાના વકીલે કહ્યું કે, તેનો અસીલ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ અને રાષ્ટ્રપતિને દયાની અરજી કરવા માંગે છે. ચારેય દોષિતોમાંથી માત્ર તેની પાસે જ આ બંને વિકલ્પ બાકી છે. દોષી અક્ષય ઠાકુરના વકીલે જણાવ્યું કે, તેનો અસીલ રાષ્ટ્રપતિને નવી દયા અજી કરવા વિશે કહે છે.

પીડિતાના માતા-પિતાએ કરી હતી ડેથ વોરન્ટની અરજી

પીડિતાના માતા-પિતાએ દિલ્હી સરકારને નવું ડેથ વોરન્ટ જાહેર કરવાની અરજી દાખલ કરી હતી. આજે દોષી પવન ગુપ્તાના નવા વકીલ કોર્ટમાં તેનો પક્ષ રજૂ કરશે. 15 ફેબ્રુઆરીએ દોષિતોને અલગ-અલગ ફાંસી આપવા સંબંધી કેન્દ્રની અરજી વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કેન્દ્રની અરજી પેન્ડિંગ હોય તો પણ ટ્રાયલ કોર્ટ દ્વારા ફાંસીનું નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકાય છે.

14 ફેબ્રુઆરીએ દોષી પવને કોર્ટને કહ્યું હતું કે, તેણે તેના જૂના વકીલને હટાવી દીધા છે અને નવા વકીલ માટે સમયની જરૂર છે. ત્યારપછી કોર્ટે તેના અધિકારની વાત કરીને તેને નવા વકીલની નિમણૂક કરી આપી હતી. આ કેસની સુનાવણી દરમિયાન નિર્ભયાની માતાએ કોર્ટને કહ્યું હતું કે, ઘટનાને 7 વર્ષ થઈ ગયા છે. હું પણ માણસ છું, મારા અધિકારોનું શું થશે? હું તમારા આગળ હાથ જોડુ છું, કૃપા કરીને ડેથ વોરન્ટ જાહર કરો. આટલું કહ્યા પછી નિર્ભયાની માતા આશા દેવી કોર્ટમાં રડી પડ્યા હતા.

ટ્રોયલ કોર્ટે દોષિતોની ફાંસી પર સ્ટે લગાવ્યો છે
પટિયાલા હાઉસ કોર્ટે ગયા મહિને 7 જાન્યુઆરીએ 22 જાન્યુઆરીના રોજ સવારે 7 વાગે તિહાર જેલમાં ચારેય દોષિતોને પાંસી આપવા માટે બ્લેક વોરન્ટ જાહેર કર્યું હતું. જોકે એક દોષીની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હોવાના કારણે તેમને ફાંસી આપવામાં આવી નહીં. ત્યારપછી ટ્રાયલ કોર્ટે 17 જાન્યુઆરીએ દોષિતોને ફાંસી માટે 1 ફેબ્રુઆરી નક્કી કરી હતી. પરંતુ 31 જાન્યુઆરીએ કોર્ટે તેમાં અનિશ્ચિતકાળની મુદ્દત માટે સ્ટે લગાવી દીધો હતો.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post