• Home
  • News
  • નિર્ભયાના દોષિત વિનયનો જેલમાં ફંદો લગાવી આત્મહત્યાનો પ્રયાસ
post

તિહાર જેલમાં કડક સુરક્ષાની ફક્ત વાતો, વકીલનો ચોંકાવનારો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 08:30:41

નવી દિલ્હી: કડક સુરક્ષા અને સીસીટીવી કેમેરાની દેખરેખ છતાં નિર્ભયા કેસના દોષિત વિનય શર્માએ તિહાર જેલમાં ફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો. જેલના સૂત્રો અને વિનયના વકીલ . પી. સિંહે દાવો કર્યો કે ઘટના બુધવારની સવારની છે.

સુરક્ષાકર્મીઓએ સમયસર તેને બચાવી લીધો. જોકે, જેલ ડીજી સંદીપ ગોયલે આવી કોઇ ઘટના બન્યાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર વિનયને જેલના મેડિકલ ઇન્સ્પેક્શન રૂમમાં 24 કલાક ડૉક્ટરોની દેખરેખ હેઠળ રખાયો. જેલના અધિકારી પણ તેને મળ્યા. બીજી તરફ જેલના સૂત્રોનું કહેવું છે કે ઘટના પછી દોષિતોને ફાંસી ઘર નજીક હાઇ સિક્યુરિટી સેલમાં શિફ્ટ કરી દેવાયા. આદેશ 9 જાન્યુઆરીનો હતો પણ હજુ સુધી લાગુ થયો નહોતો. દોષિતો ફાંસીમાં વિલંબ થાય તે માટે પોતાના પર કેસ દાખલ કરાવવાની ફિરાકમાં છે. ઘટના તે એન્ગલથી પણ જોવાઇ રહી છે. મુખ્ય આરોપી રામ સિંહ 2013માં આપઘાત કરી ચૂક્યો છે. દરમિયાન, કેસમાં ફાંસીની તારીખ આગળ વધારવા દિલ્હીની પતિયાલા હાઉસ ટ્રાયલ કોર્ટે તિહાર જેલ તંત્ર પાસે રિપોર્ટ માગ્યો છે.


ફંદો 6 ફૂટ ઊંચે હોવાથી વિનય બચી ગયો
વિનય જેલ નંબર ચારની ઓરડીમાં બંધ હતો. તેની ઓરડી અને શૌચાલય વચ્ચે ફક્ત એક પડદો છે. શૌચાલયમાં લોખંડની એક નાનકડી ખૂંટી છે. બુધવારે સવારે દસેક વાગ્યે તેણે પોતાના કપડાં અને ગમછાથી ખૂંટીમાં ફંદો બનાવીને લટકી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફંદો 5-6 ફૂટ ઊંચો હતો અને દરમિયાન એક કેદીએ સુરક્ષાકર્મીને જાણ પણ કરી દીધી. કારણસર તે આત્મહત્યા કરવામાં નિષ્ફળ રહ્યો.


આપ સરકારે જાણી જોઈને દોષિતોને બચાવ્યા : ભાજપ
અંગે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આરોપ મૂક્યો કે, દિલ્હી સરકાર જાણી જોઈને ચારેય ગુનેગારને ફાંસીથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ફાંસીમાં મોડું થાય છે તે ગુનેગારો સાથે દિલ્હી સરકારની સહાનુભૂતિ દર્શાવે છે. જ્યારે આપ નેતા સંજય સિંહે ભાજપ પર અસંવેદનશીલ જૂઠ્ઠાણું બોલવાનો આરોપ લગાવતાં કહ્યું કે ભાજપ લોકોને ગુમરાહ કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post